સરકારે 2023-24 માટે સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની જાહેરાત કરી છે. આજથી ગોલ્ડ બૉન્ડ સ્કીમનો પહેલો તબક્કો ખુલ્યો છે. ગોલ્ડ બૉન્ડનો બીજો તબક્કો 11-15 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે. ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં વાર્ષિક 2.50 ટકાનું વ્યાજ મળશે. સ્કીમની પાકતી મુદત કુલ 8 વર્ષની હશે. ફિઝિકલ ગોલ્ડની આયાત ઘટાડવા સરકાર દ્વારા સ્કીમ બહાર પડે છે.
સ્કીમમાં ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. સ્કીમમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. મહત્તમ વ્યક્તિગત 4 કિલો સોનું, HUF માટે 4 કિલોનું રોકાણ કરી શકાય છે. ટ્રસ્ટના નામે 20 કિલોનું રોકાણ શકાશએ.
નેચરલ ગેસમાં દોઢ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં ભાવ 211 ની નજીક આવી ગયો છે.
ગુવારસીડમાં મજબૂતી છે, તો ગુવારગમમાં અડધા ટકાથી વધુની તેજી દેખાઈ રહી છે. જ્યારે મસાલા પેકમાં જીરા, હળદર અને ધાણામાં મજબૂતી સાથેનો કારોબાર યથાવત્ રહેતો જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળમાં પણ ઘણી સારી તેજી નોંધાઈ રહી છે.