કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ સાડા ત્રણ ટકાથી વધારે વધીને 219ના સ્તરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે.

અપડેટેડ 06:34:47 PM Jul 10, 2023 પર
Story continues below Advertisement

યૂએસ મોંઘવારીના આંકડા જાહેર થતા પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, અહીં કોમેક્સ પર ભાવ 1928 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 58,645ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

ચાંદીમાં પણ ફ્લેટ ટે નેગેટીવ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 71,193ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં શરૂઆતી તેજી ઓછી થતા બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે આવતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 74 ડૉલરની નીચે કિંમતો પહોંચતી જોવા મળી, અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના કારણે કિંમતોને નીચલા સ્તરેથી સોપોર્ટ મળી રહ્યો છે.


સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ સાડા ત્રણ ટકાથી વધારે વધીને 219ના સ્તરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે.

બેઝ મેટલ્સમાં બે દિવસના દબાણ બાદ રીકવરીનો માહોલ જોવા મળ્યા જ્યાં સ્થાનિક બજાર અને LME પર એલ્યુમિનિયમ અને લેડમાં ફ્લેટ ટૂ પોઝીટીવ કારોબાર જોવા મળ્યો. તો ઝિંક અને કોપરમાં દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, તમામ એગ્રી કૉમોડિટીમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. મસાલા પેકમાં સૌથી વધુ હળદરમાં છ ટકાની ખરીદી જોવા મળી. તો જીરામાં ત્રણ ટકા આસપાસની તેજી જોવા મળી. જ્યારે ધાણામાં પોણા બે ટકાની તેજી જોવા મળી. તો બીજી બાજુ ગુવાર ગમમાં ત્રણ ટકા તો ગુવાર સીડમાં પોણા બે ટકાની તેજી જોવા મળી. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદથી એગ્રી કોમોડિટીમાં તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 10, 2023 6:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.