આ સપ્તાહે આવનાર યૂએસ અર્થતંત્રનાં આંકડા પહેલા સોનામાં ફ્લેટ કામકાજ કરી રહી છે. કોમેક્સ પર સોનું 1915 ડૉલરના સ્તરની પાસે રહ્યું છે. તો સ્થાનિક બજારમાં 58,168 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
આ સપ્તાહે આવનાર યૂએસ અર્થતંત્રનાં આંકડા પહેલા સોનામાં ફ્લેટ કામકાજ કરી રહી છે. કોમેક્સ પર સોનું 1915 ડૉલરના સ્તરની પાસે રહ્યું છે. તો સ્થાનિક બજારમાં 58,168 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર કરી રહી છે. વૈશ્વિક બજારમાં ભાવ 22 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 69,428ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં ફરી દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, અહીં ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને વ્યાજ દરમાં વધારાની આશંકાએ કિંમતો પર દબાણ બની રહ્યું છે. સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે.
યૂએસ ઇન્વેન્ટરીમાં અનુમાન કરતા વધુના ઘટાડાના કારણે ક્રૂડની કિંમતોમાં રિકવરી રહી, પણ વ્યાજ દરમાં વધારાની આશંકાના કારણે તેજી સિમિત રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાની મજબૂતી જોવા મળી. ઉલ્લેખનિય છે કે USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 2.4 મિલિયન બેરલ પ્રતિ દિવસથી ઘટતી જોવા મળી, જેને કારણે ક્રૂડની કિંમતો પર અસર દેખાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ અડધા ટકાનું દબાણ રહેતા કિંમતો 232ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
મસાલા પેકમાં એક્શન યથાવત્ છે, અહીં આજે જીરા અને હળદરમાં સારી મજબૂતી રહી, તો ધાણામાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. સાથે જ ગુવાર પેકમાં પણ એક ટકાથી વધુનો ઉછાળો નોંધાયો, ઇસબગુલમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવી પણ મગફળી વાયદામાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.