કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધાર સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધાર સાથે કારોબાર

નેચરલ ગેસમાં શરૂઆતી કારબોરથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જો કે કિંમતોમાં મામૂલી રિકવરી જોવા મળી. ત્યારે સ્થાનિક બજારમાં અઢી ટકાના દબાણ સાથે કિંમતો 224 આસપાસ પહોંચતી જોવા મળી.

અપડેટેડ 05:41:08 PM Jul 03, 2023 પર
Story continues below Advertisement

સોનાનો કારોબારમાં નરમાશ યથાવત્ જોવા મળ્યો. જ્યાં નબળા ડૉલરના કારણે કોમેક્સ પર સોનામાં અડધા ટકા આસપાસની નરમાશ સાથે કિંમતો 1921 ડૉલર જોવા મળી. જ્યારે સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ જોવા મળી. બજારની નજર હવે જૂન મહિનાના USના આવનાર મેન્યુફેક્ચરિંગ આંકડાઓ પર બનેલી છે.

ચાંદીમાં પણ ફ્લેટ કામકાજ થઈ રહ્યું છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ આ સપ્તાહની શરૂઆતમાં પણ 23 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 70007ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

NYMEX અને એશિયન ટ્રેડમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નોંધાયો સુધારો, USમાં કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના આંકડા નબળા રહેતા હવે વ્યાજ દર ઓછા વધે તેવી આશાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, તો બ્રેન્ટમાં 75 ડૉલરની ઉપર કિંમતો યથાવત્ રહેતી જોવા મળી, આ સપ્તાહે OPECની બેઠક પણ થવાની છે, જેમાં ઉત્પાદનને લઈએનો તો કોઈ ચર્ચા નહીં થાય પણ તેમ છતા માર્કેટની નજર આ બેઠક પર બનેલી છે.


ત્યારે નેચરલ ગેસમાં શરૂઆતી કારબોરથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જો કે કિંમતોમાં મામૂલી રિકવરી જોવા મળી. ત્યારે સ્થાનિક બજારમાં અઢી ટકાના દબાણ સાથે કિંમતો 224 આસપાસ પહોંચતી જોવા મળી.

ચાઈનાના મેન્યુફેક્ચરિંગ આંકડા મજબૂત રહેતા LME અને સ્થાનિક બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં કોપરમાં પા ટકાની તેજી જોવા મળી તો બાકી બેઝ મેટલ્સ લાલ નીશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, હળદરમાં ત્રણ ટકાથી વધુની તેજી સાથે NCDEX પર કિંમતો 10,186ના સ્તરની ઉપર નીકળતી દેખાઈ, ધાણામાં પણ દોઢ ટકાથી વધુની તેજી જોવા મળી, પણ જીરામાં પોણા ત્રણ ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુવાર પેકમાં શરૂઆતી કારોબારની તેજી બાદ ઉપરના સ્તરેથી દબાણ આવતુ જોવા મળ્યું. તો બીજી બાજુ ઈસબગુલમાં પણ એક ટકાની તેજી જોવા મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 03, 2023 5:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.