કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર - Commodity Bajar: Gold-silver trades lower, crude trades lower | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસનો સ્ટોક 104 bcfથી વધ્યો છે, જેનો સપોર્ટ મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 188ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 05:37:51 PM Jun 12, 2023 પર
Story continues below Advertisement

ફેડની બેઠક પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, જ્યાં કોમોક્સ પર સોનું 1957 ડૉલરની આસપાસ રહ્યું, તો સ્થાનિક બજારમાં 59,691 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ફેડની બેઠક પહેલા સોનાની કિંમતોમાં ઉત્તાર-ચઢાવ સાથે કારોબાર જોવા મળ્યો. જ્યાં શરૂઆતી કારોબારના દબાણ બાદ સોનાનમાં મામુલી રિકવરી આવતા જોવા મળી. ત્યારે કોમેક્સ પર સોનામાં મામૂલી તેજી સાથે કિંમતો 1965 આસપાસ કારોબાર કરતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં કિંમતો 59876 ના સ્તરની આસપાસ કારોબાર કરતી જોવા મળી.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહેતો દેખાયો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 73,705 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ચાઈના તરફથી આર્થિક આંકડાઓ નબળા આવવાના કારણે માગ ઘટવાની આશંકાથી ક્રૂડ ઓઈલમાં દબાણ વધતું દેખાયું, જ્યાં બ્રેન્ટના ભાવ 74 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડ અને સ્થાનિક બજારમાં આશરે બે ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે. US ફેડની બેઠક પર હવે બજારની નજર બનેલી છે.


2જી જૂન સુધી US નેચરલ ગેસનો સ્ટોક 104 bcfથી વધ્યો છે, જેનો સપોર્ટ મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 188ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

નબળા બેઝ મેટલ્સ આઉટલૂકના કારણે LME પર કોપરની કિંમતો પર દબાણ જોવા મળ્યું, તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં પા ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટી પર તો ગુવાર પેકમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુવાર ગમમાં પોણા છ ટકાનો ઘટાડો જોવા મળ્યો તો ગુવાર સીડમાં પણ સાડા ત્રણ ટકાથી વધારેનું દબાણ જોવા મળ્યું. તો મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. જ્યાં જીરૂમાં દોઢ ટકાની સારી તેજી જોવા મળી છે. તો હળદર અને ધાણામાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 12, 2023 5:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.