યૂએસ ફેડના ટેસ્ટીમોની પહેલા સોનામાં દબાણ જોવા મળ્યું, અહીં કોમેક્સ પર ભાવ 1950 ડૉલરની નીચે રહેતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,797ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લખનિય છે કે મે મહિનામાં યૂએસ હાઉસિંગમાં વધારો નોંધાયો છે, તો જુલાઈમાં ફેડ વ્યાજ દરમાં 25 bpsનો વધારો કરે તેવા અનુમાન બજાર રાખી રહ્યું છે, જેને કારણે સોનામાં દબાણ વધતું દેખાયું.
ચાંદીમાં પણ દબાણ બન્યું છે, અહીં સ્થાનિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં 70,214 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં બ્રેન્ટમાં 76 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ, પણ ગઈકાલે રાતોરાત કિંમતોમાં 1 ટકાનું દબાણ જવા મળ્યું હતું, જોકે શોર્ટ કવરિંગના કારણે NYMEX ક્રૂડમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે ચાઈના તરફથી નબળી પડતી માગ અને રશિયા, ઇરાનથી ક્રૂડની વધતી સપ્લાયના કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે પોણા ટકાનું દબાણ રહેતા ભાવ 213ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળ્યા.
બેઝ મેટલ્સની વાત કરીએ તો, એલ્યુમિનિયમ ઇન્સ્ટીટ્યૂટ મુજબ મે મહિનામાં એલ્યુમિનિયમનું ગ્લોબલ આઉટપુટ 3.5 ટકા વધ્યું છે, સાથે જ ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ આવતા LME પર મેટલ્સમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, પણ કોપરમાં ફરી દબાણ બનતું દેખાયું, તો બીજી બાજુ સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં વેચવાલી તરફી માહોલ જોવા મળ્યો. આ સાથે જ ચાઈનાએ 10 વર્ષમાં પહેલીવાર રેટ ઘટાડ્યા છે, પણ અનુમાન કરતા ઓછા ઘટાડાના કારણે મેટલ્સને સપોર્ટ નથી મળી રહ્યો.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં જીરા અને હળદરમાં એક ટકાથી વધુની તેજી જોવા મળી, ધાણામાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી દેખાઈ રહી છે. તો ગુવાર પેકમાં પણ સારી એક્શન સાથે કામકાજ થઈ રહ્યો છે. પણ કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાથી વધુનું દબાણ બની રહ્યું છે.