કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો સવા ટકાના દબાણ સાથે કિંમતો 204 આસપાસ પહોંચતી જોવા મળી.

અપડેટેડ 05:55:56 PM Dec 28, 2023 પર
Story continues below Advertisement

તો ડૉલર ઈન્ડેક્સમાં દબાણને કારણે સોનામાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. જે બાદ સોનામાં પ્રોફિંટ બુકિંગનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર કિંમતો 2087 ડૉલર પાસે પહોંચતી જોવા મળી હતી. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાનું દબાણ જોવા મળ્યું હતું. આ વર્ષની વાત કરીએ તો સોનામાં આશરે 15 ટકાની મજબૂતી જોવા મળી છે.

ચાંદીમાં પણ સોનાના પગલે પ્રોફિંટ બુકિંગનો કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 24 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાનું દબાણ બનતુ જોવા મળ્યું.

ક્રૂડમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 79 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડમાં 74 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે રેડ-સીમાં ચાલી રહેલા તણાવ ઓછા થતા અને અમેરિકા તરફથી સુરક્ષાનો ભરોસો મળતા ક્રૂડમાં સપ્લાય વિક્ષેપની ચિંતા ઓછી થતી દેખાઈ, જેના કારણે કિંમતો પર દબાણ બન્યું.


નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો સવા ટકાના દબાણ સાથે કિંમતો 204 આસપાસ પહોંચતી જોવા મળી.

બેઝ મેટલ્સમાં વોલેટાઈલ કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે, અહીં પણ ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દરમાં કાપના સંકેતોએ lme પર ખાસ કરીને કોપરની કિંમતોમાં વધારો જોવા મળ્યો, અને આ વર્ષમાં કોપરમાં આશરે 3 ટકા જેટલી પોઝિટીવિટી દેખાઈ, ઉલ્લેખનિય છે કે પેરૂ અને પનામા માઈન્સમાં કામકાજ બંધ હોવાથી કોપરની સપ્લાય ઘટવાની આશંકાએ કિંમતોને સપોર્ટ મળ્યો હતો, અને ev તરફથી પણ માગ વધતી દેખાઈ હતી. આ સાથે જ સ્થાનિક બજારમાં મેટલ્સમાં રિકવરી યથાવત્ રહેતી જોવા મળી.

એગ્રી કૉમોડિટી તરફથી મિશ્ર કારોબારના સંકેતો મળી રહ્યા છે. જ્યાં મસાલા પેકમાં જીરા અને જીરાના મિની વાયદામાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરામાં 6 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો જીરાના મિની વાયદામાં દોઢ ટકાનું દબાણ જોવા મળ્યું. તો હળદર અને ધાણામાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો ગુવાર પેકમાં સારી એવી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો એરંજા અને કપાસિયા ખોળમાં ફ્લેટ કામ કાજ જોવા મળ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 28, 2023 5:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.