સોનાની કિંમતોમાં આજે પણ વોલેટાલિટી જોવા મળી, અહીં કોમેક્સ પર કિંમતો 1947 ડૉલરના સ્તરની ઉપર નીકળી, તો સ્થાનિક બજારમાં 59,205ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે USમાં મે મહિનામાં મોંઘવારી દર ઘટીને 2 વર્ષના નીચલા સ્તરની પાસે પહોંચી, જેના કારણે બજારને હવે વ્યાજ દર વધારો અટકે તેવી આશા બની રહી છે, જેનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.
તો આ તરફ ચાંદીમાં પણ લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં કિંમતો 72,278 રૂપિયાના સ્તરની આસપાસ રહેતી દેખાઈ રહી છે.
નેચરલ ગેસમાં ઉત્તાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારના દબાણ બાદ નેચરલ ગેસમાં ફરી રીકવરી આવતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં કિંમતો મામૂલી તેજી સાથે 190 આસપાસ પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં પા ટકા આસપાસની તેજી જોવા મળી. જ્યારે ઝિંકમાં સૌથી વધુ બે ટકાની તેજી જોવા મળી. પણ US FOMCની બેઠક પહેલા LME પર મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર રહેતો દેખાયો.
વાત કરીએ એગ્રી કૉમોડિટીની તો, મસાલા પેકમાં તેજી યથાવત જોવા મળી રહી છે. જ્યાં હળદરમાં છ ટકાની તો ધાણામાં સાડા ત્રણ ટકાની તેજી જોવા મળી. જ્યાકે જીરૂમાં અડધા ટકાની તેજી જોવા મળી. તો બીજી બાજુ ગુવાર પેકમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. કપાસિયા ખોળમાં પોણા ટકાનું દબાણ જોવા મળ્યું.