સેફ હેવન માગ નબળી પડતા સોનાની કિંમતોમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં કોમેક્સ પર 1963 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં 59,292 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ સોના પર ક્રિસિલનો રિપોર્ટ જાહેર થયો છે, જે મુજબ FY23માં જ્વેલરીની આવક વધવાની આશા બની રહી છે.
ત્યારે ચાંદીમાં વેચવાલીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. સ્થાનિક બજારમાં અડધા ટકા નીચે દબાણ સાથે કિંમતો 72140 આસપાસ પહોંચતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં 24 ડૉલર નીચેના કારોબાર સાથે એક ટકાનું દબાણ જોવા મળ્યું.
ક્રૂડ ઓઈલમાં મિશ્ર કારોબારનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે પણ NYMEX ક્રૂડમાં નીચેના સ્તરથી રીકવરી સાથે કારોબાર જોવા મળ્યો જ્યાં હાલ NYMEX ક્રૂડમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો. તો બ્રેન્ટ 76 ડૉલર ઉપરના સ્તર જાળવી રાખવામાં સફળ રહ્યું છે. જ્યારે સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ કિંમતોને સુધતી જોવા મળી. જ્યાં કિંમતો એક ટકાની તેજી સાથે 5924 પર પહોંચતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે ઇરાન તરફથી ઓઈલ આઉટપુટ અને એક્સપોર્ટ વધતા ક્રૂડની કિંમતોને થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડ સાથે નેચરલ ગેસ પણ દિવસના અંતે લીલા નિશાન સાથે બંધ થતું જોવા મળ્યું. સ્થાનિક બજારમાં કિંમતો એક ટકાની તેજી સાથે 220 પર પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર યથાવત્ છે, અહીં માર્કેટ સેન્ટિમેન્ટ નબળા રહેતા LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, જોકે ચાઈના દ્વારા લેન્ડિગ રેટમાં કાપ બાદથી કોપરની કિંમતોમાં નીચલા સ્તરેથી થોડો સુધારો આવતો દેખાઈ રહ્યો છે.
તો વાત કરીએ એગ્રી કૉમોડિટીની તો, માસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. જ્યાં જીરામાં સૌથી વધુ પોણા ટકાની તેજી જોવા મળી. ઉલ્લેખનીય છે કે સારી એક્સપોર્ટ માગ અને ઓછા સ્ટોકના કારણે ncdex પર જીરાની કિંમતોમાં પાછલા ચાર મહિનામાં 50 ટકાનો ઉછાળો આવતો જોવા મળ્યો. જ્યારે હળદર અને ધાણમાં દબાણ તરફી માહોલ જોવા મળ્યો. બીજી બાજુ ગુવાર પેકમાં દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં ગુવાર ગમમાં પોણા બે ટકા તો ગુવાર સીડમાં સવા ટકાનું દબાણ બનતુ જોવા મળ્યું.