સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં શરૂઆતી બજારમાં comex પર અને સ્થાનિક બજાર બંનેમાં મામૂલી દબાણ બનતું જોવા મળ્યું હતું. જે બાદ સ્તર આસપાસ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે US ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાથી સોનાની કિંમતો તૂટતી જોવા મળઈ રહી છે. તો હવે બજારની નજર ગુરૂવારે આવનારા US CPI આંકડા પર રહેશે.
સોનાના પગલે ચાંદીમાં પણ સુસ્ત કારોબાર જોવા મળ્યાં. જ્યાં વૈશ્વિક બજારમાં મામૂલી નરમાશ સાથે કિંમતો 24 ડૉલર નીચે યથાવત્ રહેતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં કિંમતો 71210ની આસપાસ કારોબાર કરતી જોવા મળી.
સમર સિઝન અટકતા ક્રૂડમા ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 4 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી ફરી 85 ડૉલરની પાસે આવ્યા, તો NYMEX ક્રૂડમાં 82 ડૉલરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો મળી રહ્યા છે. આ સાથે જ સાઉદી અરબ અને રશિયા સપ્ટેમ્બર સુધી સપ્લાયમાં કાપ કરે તેવા સમાચારથી કિંમતો પર દબાણ વધી રહ્યું છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુનો ઘટાડો આવતા ભાવ 225ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં જીરા અને ધાણામાં દબાણ આગળ વધતું દેખાયું, પણ હળદરમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે. તો ગુવાર પેકની તેજી પણ આજે યથાવત્ રહેતી દેખાઈ, જ્યારે એરંડામાં આશરે અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.