કમોડિટી લાઈવ: ક્રૂડમાં સુધારા સાથે કારોબાર, સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં સુધારા સાથે કારોબાર, સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર

નેચરલ ગેસ લાલ નીશાનમાં કારોબાર કરતુ જોવા મળ્યું. જ્યાં સ્થાનિક બજારમાં સવા ત્રણ ટકાની નરમાશ સાથે કિંમતો 222 સુધી પહોંચતી જોવા મળી.

અપડેટેડ 12:04:18 PM Jul 03, 2023 પર
Story continues below Advertisement

ડૉલર ઇન્ડેક્સમાં પોઝિટીવિટીના કારણે સોના પર દબાણ જોવા મળ્યું, અહીં કોમેક્સ પર ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 1918 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ લાલ નીશાનમાં કામકાજ થતું જોવા મળ્યું, બજારની નજર હવે જૂન મહિનાના USના આવનાર મેન્યુફેક્ચરિંગ આંકડાઓ પર બનેલી છે.

ચાંદીમાં પણ ફ્લેટ કામકાજ થઈ રહ્યું છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ આ સપ્તાહની શરૂઆતમાં પણ 22 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 69,103ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાઈનાના મેન્યુફેક્ચરિંગ આંકડા મજબૂત રહેતા LME અને સ્થાનિક બન્ને બજારોમાં બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, અહીં મજબૂત આંકડા આવતા મેટલ્સની માગ સુધરે તેવી આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.


NYMEX અને એશિયન ટ્રેડમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નોંધાયો સુધારો, USમાં કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના આંકડા નબળા રહેતા હવે વ્યાજ દર ઓછા વધે તેવી આશાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, તો બ્રેન્ટમાં 75 ડૉલરની ઉપર કિંમતો યથાવત્ રહેતી જોવા મળી, આ સપ્તાહે OPECની બેઠક પણ થવાની છે, જેમાં ઉત્પાદનને લઈએનો તો કોઈ ચર્ચા નહીં થાય પણ તેમ છતા માર્કેટની નજર આ બેઠક પર બનેલી છે.

નેચરલ ગેસ લાલ નીશાનમાં કારોબાર કરતુ જોવા મળ્યું. જ્યાં સ્થાનિક બજારમાં સવા ત્રણ ટકાની નરમાશ સાથે કિંમતો 222 સુધી પહોંચતી જોવા મળી.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, હળદરમાં અઢી ટકાથી વધુની તેજી સાથે NCDEX પર કિંમતો 10,000ના સ્તરની ઉપર નીકળતી દેખાઈ, ધાણામાં પણ એક ટકાથી વધુની તેજી જોવા મળી, પણ જીરામાં દોઢ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુવાર પેકમાં પણ અડધા ટકાથી વધુની તેજી રહેતી દેખાઈ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 03, 2023 12:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.