કમોડિટી લાઈવ: ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન - Commodity Live: Business with recovery in crude, positive action in gold, silver | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 189ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

અપડેટેડ 11:41:34 AM Jun 13, 2023 પર
Story continues below Advertisement

યૂએસ મોંઘવારીનાં આંકડા પહેલા સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ પર ભાવ 1961.69ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 59,800ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

ચાંદીમાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં આશરે પા ટકાની મજબૂતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 73,318ના સ્તરની આસપાસ કિંમતો પહોંચી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં આશરે 4 ટકા કિંમતો તૂટીને 72 ડૉલરની પાસે પહોંચતી જોવા મળી, પણ ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે વધુ ગ્લોબલ સપ્લાય સામે ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 189ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરની કિંમતોમાં રિકવરી જોવા મળી, US ફેડની બેઠક પહેલા ડૉલર ઇન્ડેક્સમાં દબાણના પગલે LME પર પણ મોટાભાગની મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં આજે સારી ખરીદદારી જોવા મળી, સૌથી વધુ ખરીદી હળદરમાં દેખાઈ રહી છે, ગુવાર પેકમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, તો કપાસિયા ખોળમાં પણ મજબૂતી દેખાઈ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 13, 2023 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.