કોમોડિટી લાઇવ: 3 મહિનાની ઉંચાઈએ ક્રૂડ, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: 3 મહિનાની ઉંચાઈએ ક્રૂડ, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર

કાચા તેલમાં 2%નો ઉછાળો, 83 ડૉલરની ઉપર પહોંચ્યું બ્રેન્ટ, ચાઈનામાં રાહત પેકેજથી માગ વધવાની આશાએ 3 મહિનાની ઉંચાઈએ પહોંચી કિંમતો.

અપડેટેડ 12:57:50 PM Jul 25, 2023 પર
Story continues below Advertisement
સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર, COMEX પર સોનું 1961 ડૉલરના સ્તરની પાસે રહ્યું, ચાંદીમાં પણ સુસ્તી. ફેડની બેઠક પર બજારની નજર.

US ફેડની બેઠક પહેલા સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે, અહીં COMEX પર 1961 ડૉલરની ઉપર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં 59,102ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ રહેતો દેખાયો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 24 ડૉલરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં 74,275ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

LME પર કોપરની કિંમતોમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો, અહીં ડૉલર ઇન્ડેક્સમાં આવેલી નરમાશના કારણે સપોર્ટ મળી રહ્યો છે. તો સ્થાનિક બજાર તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં એલ્યુમિનિયમમાં મજબૂતી જોવા મળી.


ચાઈનામાં રાહત પેકેજથી માગ વધવાની આશાએ ક્રૂડ ઓઈલમાં ઉછાળો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 82 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 78 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઓછી ગ્લોબલ સપ્લાયની ચિંતા અને OPEC+ના ઉત્પાદન કાપના નિર્ણયથી ક્રૂડની કિંમતોમાં ઉછાળો દેખાઈ રહ્યો છે.

ગઈકાલની નરમાશ બાદ સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 1 ટકા વધીને 222ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગઈકાલની રિકવરી બાદ ગુવાર પેકમાં ફરી દબાણ જોવા મળ્યું, તો મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા, અહીં જીરા અને હળદરમાં પોઝિટીવિટી છે, પણ ધાણામાં દબાણ બનતું દેખાયું, જ્યારે એરંડામાં પા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 25, 2023 12:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.