ફેડની બેઠક પહેલા સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર. COMEX પર સોનું 1924 ડૉલરની ઉપર તો ચાંદીમાં 22 ડૉલર પાસે કારોબાર. ડૉલર ઈન્ડેક્સમાં મજૂતીથી વૈશ્વિક બજારમાં કિંમતો તૂટી.
ફેડની બેઠક પહેલા સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર જોવા મળ્યો, અહીં COMEX પર કિંમતો 1924 ડૉલરની ઉપર રહી, તો સ્થાનિક બજારમાં 58,425 રુપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના પગલે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો નબળી પડી, જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ચાંદીમાં પણ દબાણ વધતા કિંમતો 22 ડૉલરની પાસે પહોંચી, જ્યારે સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 70,000 રૂપિયાના સ્તરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે lme પર મેટલ્સની કિંમતોમાં ફરી એકવાર નરમાશ જોવા મળી, સ્થાનિક બજારમાં પણ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. આ સાથે જ ચાઈનાએ ગૈલિયમ, જર્મેનિયમના એક્સપોર્ટ પર કડક વલણ અપનાવ્યું છે, જે ઝિંક, એલ્યુમિનિયમના બાય-પ્રોડક્ટ છે. જેની અસર પણ કિંમતો પર જોવા મળી રહી છે.
એલ્યુમિનિયમમાં દબાણ જોવાને મળી રહ્યુ છે. LME અને MCX પર કિંમતો પર દબાણ યથાવત્ રહેશે. MCX પર 2023ના હાઈથી 14%ની નીચે ભાવ આવ્યા. MCX પર આજે 195.55 રૂપિયાના નીચલા સ્તર જોવા મળ્યા. LME પર 3 મહિનાના ઘટાડા બાદ મામુલી રિકવરી જોવા મળી છે. 2023માં હાલ સુધી 9%થી વધારે નીચે કિંમતો આવી છે. ચાઈનાના નબળા આંકડાઓથી કિંમતો પર દબાણ દેખાય રહ્યુ છે. બજારને ચાઈના તરફથી રાહત પેકેજની આશા છે. જુલાઈમાં ચાઈનાથી સપ્લાયમાં ઘટાડાની આશંકા છે.
ક્રૂડની કિંમતોમાં રાતોરાત આશરે 2 ટકાનો ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ 75 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં લગભગ દોઢ ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે સાઉદી અરબ અને રશિયા દ્વારા ક્રૂડ સપ્લાયમાં કાપના સમાચારથી કિંમતોમાં એક્શન જોવા મળી, સાઉદીએ કહ્યું કે તેઓ સ્વઇચ્છાએ ઓગસ્ટ સુધી 1 મિલિયન bblનો કાપ કરશે અને રશિયા પણ પોતાનો ઓઈલ એક્સપોર્ટ 500,000 bpdથી ઘટાડશે, આ બધાની અસર ક્રૂડની કિંમતો પર આજે જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં નીચેના સ્તરથી રિકવરી આવતી જોવા મળી રહી છે. નેચરલ ગેસની કિંમતો અડધા ટકા ઉપરની તેજી સાથે 227ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં એક્શન યથાવત્ છે, અહીં હળદરમાં 2 ટકાથી વધુનું દબાણ રહ્યું, ધાણામાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, પણ જીરામાં આજે ફરી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે...તો ક્રૂડ ઓઈલમાં રિકવરીથી ગુવાર પેકમાં પણ મજબૂતી રહી, ઇસબગુલમાં પણ આશરે 1 ટકાનો વધારો નોંધાયો, તો કપાસિયા ખોળ અને એરંડામાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે.
પામ ઓઈલની કિંમતોમાં તેજી
મલેશિયામાં કિંમતો 3 મહિના ઉપલા સ્તરની પાસે છે. 4000 રિંગિટની નજીક કિંમતો પહોંચી છે. સતત બીજા મહિને કિંમતોમાં તેજી યથાવત્ છે. જુલાઈમાં હાલ સુધી કિંમતો 5%થી વધારે કિંમતો વધી છે. જૂનમાં પણ 15%થી વધારે કિંમતો વધી. સોયા અને સોયા ઓઈલની તેજીથી કિંમતોને સપોર્ટ છે. અમેરિકામાં સોયાબીનની વાવણી ઘટી છે.
રાઈ પર દબાણ જોવાને મળી રહ્યુ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં ઘટાડો જોવાને મળી રહ્યો છે. લગભગ અઢી વર્ષના નીચલા સ્તર પર કિંમતો પહોંચી. 2023ની શરૂઆતથી 21% સુધી કિંમતો ઘટી છે. ઓલ ટાઈમ હાઈથી કિંમતો 57% નીચે આવી છે. ભારતમાં કિંમતો MSPથી નીચે છે. રાઈ પર MSP 5490 રૂપિયા ક્વિંટલ છે. દેશમાં રાઈની જૂન 27 સુધી 9.19 લાખ ટનની ખરીદી થઈ. ત્યારે 5490 રૂપિયા ક્વિંટલના ભાવ પર ખરીદી થઈ. હરિયાણાથી રાઈની સૌથી વધુ ખરીદી થઈ.