કોમોડિટી લાઇવ: ક્રૂડમાં 5%થી વધુનો ઘટાડો, સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં 5%થી વધુનો ઘટાડો, સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો

સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો, COMEX પર ભાવ 1828ના સ્તરની પાસે પહોંચ્યા, ચાંદીમાં પણ 21 ડૉલરની ઉપર પહોંચી કિંમતો.

અપડેટેડ 02:39:16 PM Oct 05, 2023 પર
Story continues below Advertisement
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકા જેટલ તેજી આવતા 246ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

OPEC+ દ્વારા ઉત્પાદન લક્ષ્ય ન ઘટાડ્યું હોવાથી ક્રૂડની કિંમતો ઉપલા સ્તરેથી લગભગ 5 ટકા ઘટી, જ્યાં બ્રેન્ટમાં 86 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો nymex ક્રૂડમાં 84 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, આ સાથે જ EIA મુજબ માગમાં ઘટાડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.

એક દિવસમાં 5.50% સુધી ભાવ ઘટ્યા. બ્રેન્ટની કિંમતો ઘટીને 86 ડૉલરની પણ નીચે પહોંચી. ગઈકાલે બ્રેન્ટ 85.76 ડૉલર સુધી પહોંચતો દેખાયો હતો. WTIમાં પણ 85 ડૉલરની નીચે કારોબાર નોંધાયો. EIAને માગમાં ઘટાડાની આશંકા છે. રશિયા ડિઝલ પર લગાવેલ પ્રતિબંધ હટાવી શકે. OPEC+એ ઉત્પાદન લક્ષ્ય નથી ઘટાડ્યું.

સ્થાનિક બજારમાં નેચરસ ગેસની કિંમતો ઘટતા 249ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.


ડૉલર ઇન્ડેક્સ અને US બોન્ડ યીલ્ડમાં મજબૂતીના કારણે સોનાની કિંમતોમાં રિકવરી રહી, જ્યાં COMEX પર ભાવ 1828 ડૉલરના સ્તરે રહ્યા, તો સ્થાનિક બજારમાં 56,249ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

સોનાને પગલે ચાંદીમાં પણ રિકવરી આવતા, વૈશ્વિક બજારમાં ભાવ 21 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

ડૉલરમાં નરમાશના કારણે બેઝ મેટલ્સની કિંમતોમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી છે.

હળદર પર બનશે બોર્ડ

નેશનલ ટર્મરિક બોર્ડ બનાવશે સરકાર. સરકારે નોટિફિકેશન જાહેર કર્યું .

શું કામ કરશે બોર્ડ?

હળદરના વિકાસને વધારો આપશે. હળદરના પ્રોડક્શનને પ્રોત્સાહન આપશે. વિકાસ માટે રિસર્ચને પ્રોત્સાહન મળશે. ગુણવત્તા માનકોને પણ વધારો મળશે. નવી બજારનો વિકાસ કરશે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપશે.

ભારતમાં હળદરની સ્થિતી

દુનિયામાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે ભારત. 2022-23માં 3.24 લાખ હેક્ટરમાં ખેતી થઈ. 11.61 લાખ ટન હળદરનું ઉત્પાદન થયું. 30થી પણ વધારે પ્રકારની ખેતી થાય છે. ગ્લોબલ ઉત્પાદનમાં ભારતનો 75% ભાગ છે. ગ્લોબલ ટ્રેડમાં ભારતનો 62%થી વધારે ભાગ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 05, 2023 2:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.