આજે આવશે IIP અને CPIનાં આંકડા, જૂનમાં CPI 4.6% પર રહેવાનો અંદાજ, તો મે IIP 4.2%ની સામે વધીને 4.87% પર રહી શકે.
USનાં CPIનાં આંકડા પહેલા ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા ક્રૂડની કિંમતોમાં તેજી જવા મળી, જ્યાં બ્રેન્ટમાં 80 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો...સાથે જ સાઉદી અરબ અને રશિયા દ્વારા ઉત્પાદન કાપના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે...ઉલ્લેખનિય છે કે APIનાં આંકડા મુજબ USમાં ક્રૂડના સ્ટોકમાં અનપેક્ષિત 2 મિલિયન બેરલનો વધારો જોવા મળ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પા ટકાથી વધુની તેજી સાથે 225ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
US મોંઘવારી ઘટવાની આશાએ સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, અહીં COMEX પર ભાવ 1938 ડૉલરની ઉપર નીકળ્યા, તો સ્થાનિક બજારમાં 58,880 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની ઉપર પહોંચ્યા, સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે માગ વધતા LME પર મેટલ્સની કિંમતોમાં સુધારો જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પણ એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે.
આજે આવશે IIP અને CPIનાં આંકડા, જૂનમાં CPI 4.6% પર રહેવાનો અંદાજ, તો મે IIP 4.2%ની સામે વધીને 4.87% પર રહી શકે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગઈકાલની સારી તેજી બાદ ગુવાર પેકમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, પણ પોઝિટીવિટી સાથેનો કારોબાર યથાવત્ છે. તો મસાલા પેકમાં જીરામાં એક ટકાની તેજી રહી, હળદર અને ધાણામાં પણ મજબૂતી જોવા મળી રહી છે. તો કપાસિયા ખોળમાં પણ મજબૂત કારોબાર દેખાઈ રહ્યો છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ત્રીજા ઈ-ઓક્શનમાં 4.29 લાખ ટન ઘઉં અને 3.95 લાખ ટન ચોખાનું કરશે વેચાણ. સ્થાનિક પુરવઠો સુધારવા અને લોટના ઓફલોડિંગ છૂટક ભાવને નિયંત્રિત કરવા સરકાર FCI સ્ટોકમાંથી કરી રહી છે.