ક્રૂડ ઓઇલમાં દબાણ વધતુ દેખાયુ. લગભગ 5 મહિનાના નિચલા સ્તરોની આસપાસ પહોચી કિંમતો. 78 ડોલરની નીચે બ્રેન્ટની કિંમતો પહોચી તો WTI ક્રૂડ 73 ડોલરની નીચે. ડોલર ઇન્ડેકસ બે સપ્તાહના ઉપલા સ્તરોની આસપાસ સાથે જ યુએસ ઇન્વેન્ટરીમાં વધારાની અસર કિંમતો પર દેખાઇ રહી છે. વધુ એક નોંધનીય બાબત એ પણ છે કે સાઉદી અરબે એશિયા માટે જાન્યુઆરી માટે ક્રૂડની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
સોનાની ચમક આજે વધી. ડૉલરમાં નરમાશના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. નજર કરીએ કિમત પર તો કોમેક્સ પર ભાવ 2021 પ્રતિ ઔંસના સ્તર પર છે તો સ્થાનિક બજારમાં પણ 62300ની નજીક કિંમતો જોવા મળી. ઉલ્લેખનિય છે કે US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની બજારની અપેક્ષાના કારણે પણ સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે.
નજર કરી લઇએ બેઝ મેટલ્સ પર તો મેટલ્સ પણ આજે ચમકતા જ દેખાઇ રહ્યાં છે. સપ્લાઇની ચિંતાના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો દેખાઇ રહ્યો છે. તો ઝિંક અને લેડમાં પણ સારી તેજી જોવા મળી રહી છે.
એગ્રી કોમોડિટીના કારોબાર તરફથી એગ્રી કોમોડિટીમાં આજે ચારે તરફી તેજી છે. મસાલા પેકની મંદી પર પણ આજે બ્રેક લાગતી જોવા મળી છે. હળદરમાં સવા એક ટકાનો ઉછાળો નોંધાયો. તો ધાણા અને જીરામાં પણ સારી ખરીદદારીનો માહોલ દેખાઇ રહ્યો છે. તો ગુવાર પેકમાં પણ તેજીનો જ ટ્રેડ દેખાઇ રહ્યો છે. તો કપાસિયા ખોળમાં પણ અડધા ટકાની ખરીદદારી છે.