બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર યથાવત્ છે, અહીં માર્કેટ સેન્ટિમેન્ટ નબળા રહેતા LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી
સેફ હેવન માગ નબળી પડતા સોનાની કિંમતોમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં COMEX પર 1950 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં ₹59,255 ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ સોના પર ક્રિસિલનો રિપોર્ટ જાહેર થયો છે, જે મુજબ FY23માં જ્વેલરીની આવક વધવાની આશા બની રહી છે.
કોમેક્સ પર કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરે, સેફ હેવન માંગ ઘટી રહી છે. ક્રિસિલનો રિપોર્ટ મુજબ fy23માં જ્વેલરીની આવક વધવાની આશા છે.
વૈશ્વિક બજારમાં કિંમતો 1960 ડૉલરના સ્તરની નીચે છે. કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરે છે. BoE આ સપ્તાહે વ્યાજ દરમાં વધારો કરી શકે.
સોના પર CRISILનો રિપોર્ટ
નાણાકીય વર્ષ 23માં જ્વેલરીની આવક વધવાની આશા છે. ઓર્ગેનાઈઝ જ્વેલરની આવક 16-18% વધી. નાણાકીય વર્ષ 22, નાણાકીય વર્ષ 23 માં CAGR 35% રહી. પેન્ટઅપ માગના કારણે ગ્રોથમાં તેજી આવી. નાણાકીય વર્ષ 24માં સિંગલ ડિજિટ ગ્રોથની આશા છે. ઓપરેટિંગ માર્જિન વધી 7.8-8% સંભવ છે.
ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર યછથાવત્ છે, અહીં સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર રહ્યો, પણ વૈશ્વિક બજારમાં આજે પણ કિંમતો 24 ડૉલરના સ્તરની નીચે રહેતી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર યથાવત્ છે, અહીં માર્કેટ સેન્ટિમેન્ટ નબળા રહેતા LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, જોકે ચાઈના દ્વારા લેન્ડિગ રેટમાં કાપ બાદથી કોપરની કિંમતોમાં નીચલા સ્તરેથી થોડો સુધારો આવતો દેખાઈ રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર યથાવત્ રહેતો દેખાયો, અહીં ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ NYMEX ક્રૂડમાં લગભગ 1 ટકાનું દબાણ જોવા મળ્યું, તો બ્રેન્ટમાં ફરી 76 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. અને સ્થાનિક બજાર તરફથી પણ ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇરાન તરફથી ઓઈલ આઉટપુટ અને એક્સપોર્ટ વધતા ક્રૂડની કિંમતોને થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં હળદર અને ધાણામાં મજબૂતી હજી પણ યથાવત્ રહેતી જોવા મળી, ગુવાર પેકમાં પણ સારી રિકવરી રહી, તો કપાસિયા ખોળમાં પણ મજબૂતી યથાવત્ રહેતી જોવા મળી રહી છે.