કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ સાથે કારોબાર, સોના-ચાંદીની ચમક વધી
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 201ના સ્તર જોવા મળ્યા, ઉલ્લેખનિય છે કે આ વર્ષે ગરમ હવામાનના કારણે નેચરલ ગેસની કિંમતો પર દબાણ જોવા મળ્યું છે.
સોનાની ચમક આજે પણ યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં કોમેક્સ પર સોનું 2064ના સ્તરની પાસે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં 63,042ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ડૉલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કો તરફથી વ્યાજ દરમાં કાપની આશાએ સોનાને સપોર્ટ મળી રહ્યો છે.
સોના સાથે ચાંદીમાં પણ સારી ખરીદદારી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 75,025ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં આજે પણ મિશ્ર કારોબાર રહ્યો, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ અને લેડમાં તેજી જોવા મળી હતી, તો કોપર અને ઝીંકમાં પોઝિટીવિટી યથાવત્ રહી, અહીં પણ ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશાએ LME પર કોપરમાં ખરીદદારી જોવા મળી.
ક્રૂડ ઓઈલમાં સતત વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ ગઈકાલે રાતોરાત 2% વધીને 81 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, જોકે ત્યાર બાદ હાલ કિંમતો પર ઉપલા સ્તરેથી મામુલી નરમાશ છે, તો બીજી તરફ નબળા ડૉલર અને US તરફથી ઓઈલની ખરીદદારીના કારણે NYMEX ક્રૂડમાં નરમાશ રહી, વાસ્તવમાં USના એનર્જી ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, USએ ટેક્સાસની સાઇટ પર ડિલિવરી માટે $77.31 પ્રતિ bbl ઓઈલની ખરીદી કરી છે જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 201ના સ્તર જોવા મળ્યા, ઉલ્લેખનિય છે કે આ વર્ષે ગરમ હવામાનના કારણે નેચરલ ગેસની કિંમતો પર દબાણ જોવા મળ્યું છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, આજે મસાલા પેકમાં જીરા, ધાણા અને હળદરમાં દબાણ છે, જેમાં સૌથી વધારે નરમાશ જીરામાં જોવા મળી રહી છે, જોકે ગુવાર પેકમાં ગઈકાલની પોઝિટીવ મૂવમેન્ટમ આજે પણ શરૂ છે, સાથે જ એરંડામાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ રહ્યું, પણ કપાસિયા ખોળમાં આશરે અડધા ટકા જેટલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.