US મોંઘવારીના આંકડા જાહેર થતા પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, અહીં COMEX પર ભાવ 1923 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 58,680ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
US મોંઘવારીના આંકડા જાહેર થતા પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, અહીં COMEX પર ભાવ 1923 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 58,680ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
ચાંદીમાં પણ ફ્લેટ ટે નેગેટીવ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 71,182ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં સતત બીજા સપ્તાહે સ્થાનિક બજારમાં નરમાશ જોવા મળી, MCX પર આજે એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં દબાણ બન્યું, તો LME પર પણ મંદીના સંકેતો મળી રહ્યા છે.
ક્રૂડ ઓઈલમાં શરૂઆતી તેજી ઓછી થતા બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે આવતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 74 ડૉલરની નીચે કિંમતો પહોંચતી જોવા મળી, અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના કારણે કિંમતોને નીચલા સ્તરેથી સોપોર્ટ મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 2 ટકાથી વધારે વધીને 217ના સ્તરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, તમામ એગ્રી કૉમોડિટીમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. મસાલા પેકમાં સૌથી વધુ હળદરમાં ત્રણ ટકા ઉપરની ખરીદી જોવા મળી. તો ધાણા અને જીરામાં એક ટકા નીચેની તેજી જોવા મળી. તો બીજી બાજુ ગુવાર ગમમાં એક ટકા તો ગુવાર સીડમાં અડધા ટકાની તેજી જોવા મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.