કમોડિટી લાઈવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $83ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $83ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર

ક્રૂડની કિંમતો વધીને 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચી, બ્રેન્ટમાં 83 ડૉલરની ઉપર નોંધાયો કારોબાર, ચાઈના તરફથી રાહત પેકેજની આશા અને ઓછી સપ્લાયની ચિંતાએ કિંમતોને મળ્યો સપોર્ટ.

અપડેટેડ 11:26:55 AM Jul 26, 2023 પર
Story continues below Advertisement
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 224ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પહેલા સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, અહીં comex પર 1963 ડૉલરના સ્તરે કિંમતો પહોંચી તો, સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ સાથે 59,265ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ નાની રેન્જ સાથેનો કારોબાર નોંધાયો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને ચાઈનીઝ સરકાર તરફથી રાહત પેકેજમાં વિલંબ થવાના કારણે મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિતની મેટલ્સમાં મામુલી સુધારો જોવા મળ્યો, પણ lme પર કોપરની કિંમતોમાં ગઈકાલના ઉપલા સ્તરેથી દબાણ જોવા મળી રહ્યું છે.


ચાઈના તરફથી માગ વધવાની આશા અને સપ્લાયમાં ઘટાડાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઉછાળો યથાવત્ રહ્યો, જ્યાં, બ્રેન્ટમાં 83 ડૉલરના સ્તરની ઉપર કિંમતો પહોંચી, તો nymex ક્રૂડમાં 79 ડૉલરની ઉપર કામકાજ થઈ રહ્યું છે. વાસ્તવમાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ફરી વધતા અને US ઇન્વેન્ટરીમાં દબાણની આશંકાએ ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 224ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગઈકાલની નરમાશ બાદ ગુવાર પેકમાં ફરી તેજી જોવા મળી, જ્યારે મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં હળદરમાં ફરી એકવાર ઉચાળો જોવા મળ્યો, પણ ધાણા અને જીરામાં દબાણ યથાવત્ છે...તો એરંડામાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 26, 2023 11:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.