કમોડિટી લાઈવ: માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં તેજી, સેફ હેવન માગ વધતા સોના-ચાંદીમાં રિકવરી | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવ: માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં તેજી, સેફ હેવન માગ વધતા સોના-ચાંદીમાં રિકવરી

આજે નેચરલ ગેસમાં ઉપલા સ્તરેથી કિંમતો ઘટતી દેખાઈ, પણ અડધા ટકાની તેજી સાથે 228ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 12:08:53 PM Jun 27, 2023 પર
Story continues below Advertisement
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ભૌગોલિક તણાવ વધતા સોનાને મળ્યો સેફ હેવન બાઈંગનો સપોર્ટ, COMEX પર ભાવ 1928 ડૉલરની ઉપર રહી, ચાંદીમાં પણ જોવા મળી રિકવરી.

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે comex પર સોનાની ચમક વધતી દેખાઈ, અહીં કિંમતો પા ટકા વધીને 1928 ડૉલરના સ્તરની પાસે પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 58,497ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ભૌગોલિક તણાવ વધતા સોનામાં સેફ હેવન બાઈંગ વધ્યું, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રિકવરી રહેતા વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાની તેજી સાથે કિંમતો 23 ડૉલરના સ્તર તરફ આગળ વધી, તો સ્થાનિક બજારમાં 69,488 રુપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે USના નબળા PMI આંકડાઓ અને મેક્સિકોમાં રેગ્યુલેટરી ફેરફારના કારણે માઈનિંગ ઇન્વેસ્ટમેન્ટ ઘટી શકે તેવી સંભાવનાઓથી ચાંદીની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, પણ સ્થાનિક બજારમાં મેટલ્સમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ રહેતો દેખાયો, અહીં ચીલીમાં વરસાદના કારણે કોપરની માઈનિંગ એક્ટિવિટી નબળી પડી શકે તેવા અનુમાને કૉપરની કિંમતોને નીચલા સ્તરેથી મામુલી સપોર્ટ મળી રહ્યો છે.


રશિયા તરફથી સપ્લાય વિક્ષેપના કારણે ક્રૂડની કિંમતોમાં ફરી રિકવરી જોવા મળી, અહીં બ્રેન્ટમાં 74 ડૉલરના સ્તરની ઉપર કારોબાર યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી, માગને લઈ ચિંતા વધતા ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ગઈકાલની સારી તેજી બાદ આજે નેચરલ ગેસમાં ઉપલા સ્તરેથી કિંમતો ઘટતી દેખાઈ, પણ અડધા ટકાની તેજી સાથે 228ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગઈકાલની નરમાશ બાદ આજે ગુવાર પેકમાં સારી એક્શન આવતા NCDEX પર કિંમતો આશરે 1 ટકાથી વધુ વધતી દેખાઈ, તો મસાલા પેકમાં જીરામાં એક ટકાથી વધુનો ઘટાડો છે, પણ ધાણા અને હળદરમાં સારી તેજી જોવા મળી રહી છે. સાથે જ કપાસિયા ખોળ અને મગફળી વાયદામાં પણ રિકવરી રહેતી જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 27, 2023 12:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.