કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $80ની નીચે, સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $80ની નીચે, સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર

માગની ચિંતાઓ વચ્ચે ક્રૂડમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, ભાવ 2%થી વધારે તૂટી 80 ડૉલરની નીચે આવ્યા, OMCs, પેન્ટ્સ અને એવિએશન શેર્સમાં જોવા મળી શકે છે એક્શન.

અપડેટેડ 12:11:04 PM Nov 09, 2023 પર
Story continues below Advertisement
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે સોના-ચાંદીમાં ફ્લેટ કામકાજ, COMEX પર સોનું 1948 ડૉલરના સ્તરની પાસે, ચાંદીમાં 23 ડૉલરની નીચે કારોબાર યથાવત્

ક્રૂડ ઓઈલમાં ગઈકાલનો ઘટાડો આગળ વધતા બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નીચે પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 76 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે...ચાઈના અને US તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં દબાણ બન્યું, આ સાથે જ EIAને આ વર્ષે ક્રૂડની માગ 20 વર્ષમાં સૌથી ઓછી રહેવાની ધારણા છે, આ રિપોર્ટની પણ અસર આજે કિંમતો પર દેખાઈ રહી છે...

ક્રૂડ ઓઈલમાં કારોબાર

કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરે પહોંચી. સતત બીજા દિવસે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. $80ની નીચે બ્રેન્ટનો ભાવ આવ્યો. કાલે 2.25%ની આસપાસ બ્રેન્ટનો ભાવ તૂટ્યો. WTIમાં પણ $76ની નીચે કારોબાર થઈ રહ્યો છે. માગમાં ઘટાડાની આશંકાથી દબાણ બન્યું. EIAને USમાં માગ ઘટવાની આશા છે. આ વર્ષે 20 વર્ષમાં સૌથી ઓછી રહી શકે છે માગ. ચાઈના અને USમાં માગને લઈ ચિંતા વધી. 2024માં US ગેસની માગ 20 વર્ષના નીચલા સ્તરે પહોંચી શકે. USમાં ઓઈલ ઇન્વેન્ટરી વર્ષના સૌથી ઉપલા સ્તરે પહોંચી. રશિયાનું ઓઈલ શિપમેન્ટ 4 મહિનાના ઉપલા સ્તરે રહ્યું.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં લગભગ અડધા ટકાથી વધુની તેજી સાથે 260ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો હતો. ત્યાર બાદ નેચરલ ગેસમાં ...ના સ્તર દેખાઈ રહ્યા છે.

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને USના નોન ફાર્મ પેરોલનાં આંકડા પહેલા સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું, જ્યાં COMEX પર ભાવ 1948 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 59,870ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને USના નોન ફાર્મ પેરોલનાં આંકડા પહેલા સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું, જ્યાં COMEX પર ભાવ 1948 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 59,870ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

Gold Rate Dhanteras 2023: સતત ઓછા થઈ રહ્યા છે સોનાના ભાવ, ચેક કરો ગોલ્ડ રેટ

સોનામાં કારોબાર

કિંમતો ઘટીને 3 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી. પશ્ચિમ એશિયા સંઘર્ષ ઇઝરાયેલ અને હમાસ સુધી મર્યાદિત છે. મજબૂત US ડૉલરના કારણે કિંમતો પર અસર છે.

ચાંદીમાં પણ દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે 1 ટકા જેટલી નરમાશ જોવા મળી હતી.

ચીનના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાના ડિસફ્લેશનરી રીડિંગ્સને કારણે આજે શરૂઆતી કારોબારમાં lme કોપરમાં દબાણ બન્યું, ડૉલર ઇન્ડેક્સમાં આવેલા ઉછાળાના કારણે પણ મેટલ્સની કિંમતો પર અસર દેખાઈ રહી છે. ઓક્ટોબરમાં ચાઈનાનો CPI દર 0.2% ઘટ્યો હોવાથી મેટલ્સની કિંમતોમાં નરમાશ આગળ વધતી દેખાઈ રહી છે.

કૉટનનમાં કારોબાર

કિંમતો ઘટીને 12 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. બ્રાઝિલ, આર્જેન્ટીના અને તઝાનિયામાં ઉત્પાદન વધવાના અનુમાન છે. US, ઓસ્ટ્રેલિયા અને ગ્રીસમાં ઓછા ઉત્પાદનના અનુમાન છે. વર્ષ દર વર્ષના ધોરણે ભારતમાં ઉત્પાદન 6% ઘટ્યું. 2023-24માં ભારતમાં કોટનનું ઉત્પાદન 15 વર્ષમાં સૌથી ઓછું રહ્યુ.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2023 12:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.