US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં COMEX પર 2030 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં 62,230ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ US ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં આવેલી સ્થિરતાના કારણે પણ સોનાની કિંમતો પર અસર દેખાઈ રહી છે.
પણ ચાંદીમાં દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવ્યા, જોકે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે કારોબાર થઈ રહ્યો છે.
લિબીયામાં રાજકિય તણાવ યથાવત્ રહેતા અને વેસ્ટ એશિયામાં તણાવના કારણે ક્રૂડની કિંમતોને ફરી સપોર્ટ મળતા બ્રેન્ટના ભાવ 77 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો nymex ક્રૂડમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 1 ટકાથી વધુનો ઘટાડો આવતા કિંમતો 266ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરામાં પોઝિટીવિટી જોવા મળી, પણ હળદર અને ધાણામાં નરમાશ યથાવત્ છે, તો ગુવાર પેકમાં પણ નાની રેન્જમાં કારોબાર યથાવત્ રહેતો દેખાયો. સાથે જ કપાસિયા ખોળ અને એરંડામાં દબાણ સાથેનું કામકાજ થઈ રહ્યું છે.