કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રિકવરી, બ્રેન્ટ $90ની પાસે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રિકવરી, બ્રેન્ટ $90ની પાસે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર

ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી આવી રિકવરી, બ્રેન્ટના ભાવ 90 ડૉલરની પાસે પહોંચ્યા, વેસ્ટ એશિયામાં તણાવ વધતા કિંમતોને સપોર્ટ.

અપડેટેડ 12:07:36 PM Oct 26, 2023 પર
Story continues below Advertisement
સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર, USના GDPનાં આંકડા પહેલા COMEX પર સોનું 1989 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યું.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલના નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટમાં ફરી 90 ડૉલરની પાસે કારોબાર પહોંચતો દેખાયો, જોકે USમાં ઇન્વેન્ટરી વધવાના કારણે NYMEX ક્રૂડમાં દબાણ સાથે 86 ડૉલરની નીચે કિંમતો યથાવત્ રહેતી દેખાઈ. ઉલ્લેખનિય છે કે, EIAના રિપોર્ટ મુજબ USમાં ઇન્વેન્ટરી 1.37 મિલિયન bblથી વધતી દેખાઈ, જે બજારના અનુમાન કરતા વધારે છે, જેને કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર સાથે 249ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

આજે આવનાર USના જુલાઈ-સપ્ટેમ્બરના GDP આંકડાઓ પહેલા COMEX પર સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળ્યો, તેમ છતા કિંમતો 1987 ડૉલરની ઉપર રહી, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 60,967ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં પણ ભૌગોલિક તણાવોના કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે.


શરૂઆતી કારોબારમાં ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ પા ટકાથી વધ્યા, તો સ્થાનિક બજારમાં 71,959ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો, જ્યાં LME કોપરમાં મજબૂત ડૉલરના કારણે દબાણ જોવા મળ્યું, તો USના GDP આંકડાઓ પર પણ બજારનું ફોકસ છે, જ્યારે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં પોઝિટીવ કામકાજ જોવા મળ્યું હતું.

એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, ગુવાર પેકમાં અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો, તો મસાલા પેકમાં જીરામાં ગઈકાલની નરમાશ આજે પણ યથાવત્ રહેતી દેખાઈ, ધાણામાં પણ દબાણ બન્યું, જ્યારે હળદરમાં અડધા ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે. પણ કપાસિયા ખોળમાં નાની રેન્જમાં કામકાજ યથાવત્ રહેતું દેખાયું છે.

Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

MoneyControl News

MoneyControl News

First Published: Oct 26, 2023 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.