સોના-ચાંદીની ચમક ઘટી, મજબૂત ડૉલર અને સેફ હેવન બાઈંગ ઓછી થતા સોનાની કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી.
US ફેડના ટેસ્ટીમોની પહેલા સોનામાં દબાણ જોવા મળ્યું, અહીં COMEX પર ભાવ 1950 ડૉલરની નીચે રહેતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,857ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લખનિય છે કે મે મહિનામાં US હાઉસિંગમાં વધારો નોંધાયો છે, તો જુલાઈમાં ફેડ વ્યાજ દરમાં 25 bpsનો વધારો કરે તેવા અનુમાન બજાર રાખી રહ્યું છે, જેને કારણે સોનામાં દબાણ વધતું દેખાયું.
ચાંદીમાં પણ દબાણ બન્યું છે, અહીં સ્થાનિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં 70,355 રુપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સની વાત કરીએ તો, એલ્યુમિનિયમ ઇન્સ્ટીટ્યૂટ મુજબ મે મહિનામાં એલ્યુમિનિયમનું ગ્લોબલ આઉટપુટ 3.5% વધ્યું છે, સાથે જ ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ આવતા LME પર મેટલ્સમાં મામુલી રિકવરી રહી, પણ કોપરમાં ફરી દબાણ બનતું દેખાયું, આ સાથે જ ચાઈનાએ 10 વર્ષમાં પહેલીવાર રેટ ઘટાડ્યા છે, પણ અનુમાન કરતા ઓછા ઘટાડાના કારણે મેટલ્સને સપોર્ટ નથી મળી રહ્યો.
ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં બ્રેન્ટમાં 76 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, પણ ગઈકાલે રાતોરાત કિંમતોમાં 1 ટકાનું દબાણ જવા મળ્યું હતું, જોકે શોર્ટ કવરિંગના કારણે NYMEX ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ..ઉલ્લેખનિય છે કે ચાઈના તરફથી નબળી પડતી માગ અને રશિયા, ઇરાનથી ક્રૂડની વધતી સપ્લાયના કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાનું દબાણ રહેતા ભાવ 205ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળ્યા.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં જીરા અને હળદરમાં એક ટકાથી વધુની તેજી જોવા મળી, ધાણામાં પણ અડધા ટકાથી વધુની મજબૂતી દેખાઈ રહી છે, તો ગુવાર પેકમાં પણ સારી એક્શન સાથે કામકાજ થઈ રહ્યો છે. પણ કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાથી વધુનું દબાણ બની રહ્યું છે.
પામ ઓઈલમાં કારોબાર
જૂન મહિનામાં કિંમતો 18% વધી. કિંમતો વધીને 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી. એલ-નીનોની અસર રહેતા કિંમતોમાં તેજી છે. મલેશિયામાં આવતા વર્ષે ઉત્પાદન 1-3 MTથી ઘટી શકે.
મગફળી વાયદાની શરૂઆત
ગઈકાલથી NCDEX પર શરૂ વાયદા થયા. ગઈકાલે 7000 રૂપિયાની ઉપર નવો વાયદો ખુલ્યો. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં વાયદા લોન્ચ કરશે. NCDEXએ 2010માં બંધ વાયદા કર્યા હતા.
મગફળી કરવાશે નફો?
વાવણી 3.51 લાખ હેક્ટરમાં થવાની આશા છે. પાછલા વર્ષથી વાવણી 9% વધવાની આશા છે. મગફળીની ગ્લોબલ માગ અને વપરાશમાં વધારો કરશે. સ્થાનિક બજારમાં પણ મગફળીની માગ વધી. વાવણી વધવાથી સપ્લાય વધવાની આશા છે. એલ-નીનોથી ઉત્પાદનમાં ઘટાડો આવી શકે.