કોમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીને સેફ હેવન બાઈંગનો સપોર્ટ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીને સેફ હેવન બાઈંગનો સપોર્ટ

સપ્ટેમ્બર મહિનામાં ચાઈનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટના આંકડા સુધરતા ઓવરઓલ બેઝ મેટલ્સમાં રિકવરીનો ટ્રેન્ડ જોવા મળ્યો, જ્યાં ખાસ કરીને કોપરની કિંમતોને સપોર્ટ મળ્યો છે, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર અને લેડમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી.

અપડેટેડ 02:51:27 PM Oct 30, 2023 પર
Story continues below Advertisement
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લોઅર સર્કિટ લાગતા 282ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

શુક્રવારે સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટાડો આવતા બ્રેન્ટના ભાવ આજે 90 ડૉલરની નીચે આવ્યા, NYMEX ક્રૂડમાં પણ 1 ટકાથી વધુના ઘટાડા સાથે 85 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ, બજારની નજર હવે 1 નવેમ્બરે આવનાર US ફેડના નિર્ણય પર બનેલી છે...આ સાથે જ બજારને ચાઈના તરફથી માગ ઘટવાની આશંકા છે, જેને કારણે ક્રૂડમાં ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લોઅર સર્કિટ લાગતા 282ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સેફ હેવન માગ વધતા વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો આશરે 1 ટકા જેટલી વધતી દેખાઈ, જ્યાં COMEX પર 2000 ડૉલરના સસ્તની ઉપર કારોબાર પહોંચતો દેખાયો, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની તેજી જોવા મળી...ઉલ્લેખનીય છે કે, મિડલ ઇસ્ટમાં તણાવ વધતા અને ફંડ બાઈંગના કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે.


ચાંદીમાં પણ રિકવરી આવતા COMEX પર ભાવ 23 ડૉલરની ઉપર પહોંચ્યા, સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર મહિનામાં ચાઈનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટના આંકડા સુધરતા ઓવરઓલ બેઝ મેટલ્સમાં રિકવરીનો ટ્રેન્ડ જોવા મળ્યો, જ્યાં ખાસ કરીને કોપરની કિંમતોને સપોર્ટ મળ્યો છે, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર અને લેડમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી.

NCDEXને SEBI તરફથી મોટો ઝટકો મળ્યો છે, SEBIએ 7 એગ્રી કૉમોડિટીના ફ્યુચર ટ્રેડિંગ પર વધુ એક વર્ષ 20 ડિસેમ્બર 2024 સુધી પ્રતિબંધ લંબાવ્યો છે, આ 7 એગ્રી કૉમોડિટીનું NCDEXના કામકાજમાં યોગદાન 70% જેટલું છે, SEBIના આ નિર્ણયના કારણે NCDEXને મોટું નુકસાન થઈ રહ્યું છે.

એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, આ વર્ષે સૌથી સારી તેજી દેખાડ્યા બાદ જીરામાં નરમાશનો ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં નબળી એક્સપોર્ટ માગ અને વધુ વાવણીના કારણે જીરાની કિંમતો ઘટતા આજે NCDEX પર આશરે 1 ટકા જેટલું દબાણ નોંધાયું. પણ હળદર અને ધાણામાં પોઝિટીવ કામકાજ થઈ રહ્યો છે. જ્યારે કપાસિયા ખોળ અને ગુવાર પેકમાં આશરે અડધા ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 30, 2023 2:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.