સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકા ઘટી 299ના સ્તરની આસપાસ જોવા મળ્યો.
ઓક્ટોબરમાં 10%ના ઘટાડા બાદ ક્રૂડની કિંમતોમાં મજબૂતી જોવા મળી, જ્યાં બ્રેન્ટ 85 ડૉલરની ઉપર રહ્યું, NYMEX ક્રૂડમાં 81 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, જોકે સ્થાનિક બજારમાં મામુલી નરમાશ જોવા મળી. વાસ્તવમાં ઇઝરાયેલ-ગાઝા વચ્ચે તણાવની હાલ સુધી સપ્લાય પર મર્યાદિત અસરના કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર રહ્યો.
ઓક્ટોબરમાં કિંમતો 10% જેટલી ઘટી. 5 મહિનામાં ઓક્ટોબરમાંસૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. ઇઝરાયેલ-ગાઝા તણાવની મર્યાદિત અસર ક્રૂડ પર જોવા મળી. ચાઈના તરફથી નબળાં આંકડાઓની પણ કિંમતો પર અસર છે. ગોલ્ડમેન સૅક્સે જૂન 2024 સુધી બ્રેન્ટનો ભાવ 100 ડૉલર પ્રતિ bbl સુધી રહેશે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકા ઘટી 299ના સ્તરની આસપાસ જોવા મળ્યો.
US અર્થતંત્રના સારા આંકડાઓના કારણે સોનાની ચમક ઘટી, જ્યાં COMEX પર સોનું 2000 ડૉલરના સ્તરની નીચે આવ્યું, તો સ્થાનિક બજારમાં 60,723ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે..વાસ્તવમાં USના કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સના આંકડા ઓક્ટોબરમાં સુધરતા અને ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું..આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ જુલાઈ થી સપ્ટેમ્બર વચ્ચે વૈશ્વિક સોનાની માગ 6% ઘટી, પણ સામે ઇન્વેસ્ટમેન્ટ 56% વધ્યું છે...જ્યારે ભારતીય સોનાની માગમાં 10%નો ઉછાળો નોંધાયો છે.
બજારની નજર US ફેડના નિર્ણય પર બનેલી છે. ચાંદીની કિંમતો 2 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી છે. નવેમ્બર મહિનાની શરૂઆત સોનામાં નરમાશ સાથે રહી. 2023માં સોના માટે ઓક્ટોબર બીજો સૌથી સારો મહિનો રહ્યો.
જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન વૈશ્વિક સોનાની માગ 6% ઘટી. વૈશ્વિક ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં 56%નો વધારો નોંધાયો. ભારતની જુલાઇ-સપ્ટેમ્બર સોનાની માગ ભાગ ઘટતા 10% વધી. તહેવારી સીઝનના કારણે સ્થાનિક બજારમાં સોનાની માગ વધી.
સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
મજબૂત ડૉલર અને ચાઈના તરફથી નબળા આંકડાઓના કારણે LME પર કોપરની કિંમતોમાં નરમાશ રહી, સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં ઘટાડો જોવા મળ્યો, અહીં ચાઈનાના કેક્સિન મેન્યુફેક્ચરિંગ PMI આંકડા ઓક્ટોબરમાં ઘટ્યા હોવાથી પણ મેટલ્સ પર દબાણ બની રહ્યું છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરામાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યાં NCDEX પર જીરાની કિંમતો 7 મહિનાના ન્યૂનત્તમ સ્તર પર પહોંચતા દેખાયા, અને ઓક્ટોમ્બરમાં જીરાની કિંમતો લગભગ 27% ઘટતી દેખાઈ છે, પણ ધાણા અને હળદરમાં પોઝિટીવ ટ્રેન્ડ દેખાયો છે. તો ગુવાર પેકમાં આજે અડધા ટકાથી વધુની મજબૂતી રહી, પણ કપસિયા ખોળમાં દબાણ યથાવત્ રહેતું દેખાઈ રહ્યું છે.