કમોડિટી લાઈવ: ક્રૂડમાં વોલેટાલિટી યથાવત, સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં વોલેટાલિટી યથાવત, સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર

ક્રૂડમાં વોલેટાલિટી યથાવત્, બ્રેન્ટમાં 76 ડૉલરની પાસે નોંધાયો કારોબાર, ચાઈના તરફથી સુધરતી માગ અને સપ્લાય કાપની ચિંતા વચ્ચે કિંમતોમાં મોટા ઉતાર-ચઢાવ.

અપડેટેડ 12:34:03 PM Jun 19, 2023 પર
Story continues below Advertisement
સોના- ચાંદીમાં વોલેટાઈલ કારોબાર થઈ રહ્યો છે. COMEX પર સોનાની કિંમતો 1950 તો ચાંદીની 24 ડૉલર નીચે છે. USમાં વ્યાજ વધારાની જોવા મળી કિંમતો પર અસર છે. બજારની નજર હવે CPI, બેરોજગારી અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા પર છે.

શરૂઆત બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ નુકસાનના સમાચારથી કરીએ તો, બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે પોરબંદરની પ્રખ્યાત કેરીના અનેક આંબા ધરાશાયી થયા. ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયું. જ્યારે કચ્છની કેરી અને દાડમની ખેતી કરતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવારપેકમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં ગુવારસીડમાં મજબૂતી છે, તો ગુવારગમમાં અડધા ટકાથી વધુની તેજી દેખાઈ રહી છે. જ્યારે મસાલા પેકમાં જીરા, હળદર અને ધાણામાં મજબૂતી સાથેનો કારોબાર યથાવત્ રહેતો જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળમાં પણ ઘણી સારી તેજી નોંધાઈ રહી છે.

સરકારે 2023-24 માટે સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની જાહેરાત કરી. આજથી ગોલ્ડ બૉન્ડ સ્કીમનો પહેલો તબક્કો ખુલ્યો. ગોલ્ડ બૉન્ડનો બીજો તબક્કો 11-15 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે. ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં વાર્ષિક 2.50%નું વ્યાજ મળશે. સ્કીમની પાકતી મુદત કુલ 8 વર્ષની હશે. ફિઝિકલ ગોલ્ડની આયાત ઘટાડવા સરકાર દ્વારા સ્કીમ બહાર પડે છે. સ્કીમમાં ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. સ્કીમમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. મહત્તમ વ્યક્તિગત 4 કિલો સોનું, HUF માટે 4 કિલોનું રોકાણ કરી શકાય. ટ્રસ્ટના નામે 20 કિલોનું રોકાણ શકાશે.


ડૉલર ઇન્ડેક્સની તેજીના કારણે સોનામાં પણ રેન્જબાઉન્ડ કારોબાર થઇ રહ્યો છે... જ્યાં COMEX પર ભાવ 1950 પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર છે. ઉલ્લેખનિય છે કે USમાં વધુ વ્યાજ દર વધારાની આશંકાથી પણ કિંમતોને અસર થતી જોવા મળી છે. હવે બજારની નજર CPI, બેરોજગારી અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા પર રહેશે.

તો ચાંદી પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીમાં લગભગ પા ટકાના ઘટાડા સાથે કિંમત 24 ડૉલરની નજીક જોવા મળી. તો સાથે જ સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથે ભાવ 72,885ની નજીક જોવા મળ્યો.

LME રજીસ્ટર્ડ વેરહાઉસીસમાં પુરવઠામાં સુધારાના કારણે અને સ્ટોક વધવાના કારણે મેટલ્સની ચમક આજે ફિક્કી પડતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ખાસું દબાણ જોવા મળી રહ્યું છે. ઝિંકમાં સૌથી વધારે પોણા ટકાનું દબાણ છે. તો બાકીની મેટલ્સમાં પા ટકાથી લઇને અડધા ટકા સુધીનો ઘટાડો છે. ઉલ્લેખનિય છે કે ડૉલરમાં મામુલી તેજીના કારણે પણ મેટલ્સની કિંમતોને અસર થઇ રહી છે.

તો વ્યાજ દરમાં વધુ વધારો થવાની આશંકાથી ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ લગભગ દોઢ ટકાના ઘટાડા સાથે 76 ડૉલરની નીચે કારોબાર કરી રહ્યો છે. તો NYMEX ક્રૂડમાં પણ લગભગ દોઢ ટકાનું દબાણ છે. સ્થાનિક બજારમાં પણ પોણા ટકાના ઘટાડા સાથનો કારોબાર થઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે તે ગ્લોબલ ઇકોનોમિમાં નરમાશના કારણે પણ ક્રૂડની કિંમતોને અસર થઇ રહી છે.

તો નેચરલ ગેસમાં આજે દોઢ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે... સ્થાનિક બજારમાં ભાવ 211 ની નજીક જોવા મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 19, 2023 12:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.