ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે સોનાની ચમક વધતી દેખાઈ, જ્યાં, COMEX પર ભાવ 1920 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,815 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. બજારની નજર હવે ફેડ ચેરમેનના ભાષણ પર બનેલી છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે સોનાની ચમક વધતી દેખાઈ, જ્યાં, COMEX પર ભાવ 1920 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,815 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. બજારની નજર હવે ફેડ ચેરમેનના ભાષણ પર બનેલી છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર નીકળતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 73,867 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાઈનામાં કન્સ્ટ્રક્શન સિઝન શરૂ થતા અને ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો છે. પણ સાથે US અને યુરોઝોન તરફથી નબળા PMI આંકડાઓના કારણે કિંમતોમાં તેજી એક સિમિત રેન્જમાં જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં ફરી ઉપલા સ્તરેથી દબાણ આવતા બ્રેન્ટમાં 83 ડૉલરની પાસે કારોબાર પહોંચ્યો, આ સાથે જ NYMEX ક્રૂડમાં પણ પા ટકાથી વધુનો ઘટાડો દેખાયો, ઉલ્લેખનિય છે કે ચાઈનામાં સ્લો ડાઉન, US ઇન્વેન્ટરીમાં ઘટાડો, US અને યુરોઝોનના નબળા PMI આંકડાઓની અસર રહેતા ક્રૂડની કિંમતો ફરી તૂટતી જોવા મળી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ તૂટતા 203ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, NCDEX દ્વારા વધારાના 2.5%ના માર્જિનનો સમય લંબાયો હોવા છતા ગુવાર પેકમાં તેજીની એક્શન, ગુવારગમ અને ગુવાર સીડમાં આશરે 1 ટકાની મજબૂતી, તો ગઈકાલના મિશ્ર કારોબાર બાદ મસાલા પેકમાં આવી રિકવરી, જીરામાં 1 ટકા તો હળદર અને ધાણામાં પા ટકાથી વધુની મજબૂતી સાથેનો કારોબાર, સાથે જ એરંડામાં પણ પા ટકાથી વધુની જોવા મળી તેજી, તો કપાસિયા ખોળમાં લગભગ અડધા ટકાથી વધુની રિકવરી દેખાઈ રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.