કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડાની સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડાની સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સવા ટકાની તેજી સાથે 219ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

અપડેટેડ 07:03:12 PM Sep 12, 2023 પર
Story continues below Advertisement

યૂએસ સીપીઆઈનાં આંકડા પહેલા સોનામાં ઉત્તાપ ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં લગભગ અડધા ટકાના દબાણ સાથે 1938 ડૉલર આસપાસ કિંમતો જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાના દબાણ સાથે 58745 આસપાસના સ્તર જોવા મળ્યો.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે, જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પણ પા ટકાનું દાબાણ જોવા મળી રહ્યું છે.

OPECના માસિક રિપોર્ટ પહેલા ક્રૂડમાં નીચલા સ્તરેથી કિંમતો આવ્યો ફરી વધારો, જ્યાં બ્રેન્ટમાં 91 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાની તેજી સાથે 88 ડૉલરની ઉપર કામકાજ જોવા મળ્યું, સાથે જ સ્થાનિક બજારમાં પણ પોઝિટીવિટી દેખાઈ રહી છે. સાઉદી અરબ અને રશિયા તરફથી ડિસેમ્બર સુધી ઉત્પાદન કાપના નિર્ણય બાદ ઓઈલ ઉત્પાદકો માટે ક્રૂડના સેન્ટીમેન્ટ બુલિશ બની રહ્યા છે.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સવા ટકાની તેજી સાથે 219ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

ડૉલર ઈન્ડેક્સમાં દબાણ બનતા મેટલ્સમાં ફરી નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LMEમાં બધી મેટલ્સમાં લગભગ પા ટકાનું દબાણ બનતું જોવા મળ્યું. તો સ્થાનિક બજારમાં એલ્યુમિનયમ, લેડ અને કોપર મામૂલી દબાણ જોવા મળ્યું તો ઝિંકમાં પા ટકાની વેચવાલી જોવા મળી.

મસલા પેકમાં સારી એક્શન, જીરામાં 1 ટકા સુધીનો ઉછાળો, હળદર અને ધાણામાં પણ બની મજબૂતી. તો શરૂઆતી કારોબાર બાદ ગુવાર પેકમાં પણ નીચલા સ્તરેથી રિકવરી, જ્યારે કપાસિયા ખોળમાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 12, 2023 7:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.