કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન
ઇથેનોલ બનાવવા માટે મોલાસિસનો ઉપયોગ થાય છે. શેરડીનું મોલાસિસ બાય પ્રોડક્ટ છે. દારૂ અને કાગળ ઉદ્યોગમાં મોલાસિસનો વપરાશ થાય છે. વિશ્વનું સૌથી મોટું મોલાસિસ એક્સપોર્ટર છે ભારત. મોલાસિસના ગ્લોબલ ટ્રેડમાં 25% ભાગેદારી ભારતની છે.
1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી ઉત્પાદન ઘટ્યું. ઉત્પાદન 7% ઘટી 148.7 લાખ ટન રહ્યું. હાલ સુધી 15.63 કરોડ ટન શેરડીની વાવણી થઈ.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટી માટે ઘણા સમાચાર આવતા દેખાયા, ખાસ કરીને નોન ટ્રેડેડ કૉમોડિટી માટે, જ્યાં નવેમ્બર થી ડિસેમ્બર સુધી ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ ઘટ્યું, તો સરકારે વધુ એક વર્ષ માટે ખાદ્ય તેલ પર ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટને વધારવાની ઘોષણા કરી, આ સાથે જ ઇથેનોલ બનાવવા માટે વપરાતા મોલાસિસ પર પણ સરકારે 50% એક્સપોર્ટ ડ્યૂટીનો સમય પણ 1 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે.
આ સપ્તાહમાં ખાદ્યતેલ પર ફોકસ રહેતુ ખાસ જોવા મળ્યું છે. ઇમ્પોર્ટ નવેમ્બર ડિસેમ્બરમાં 20% જેટલો ઘટયો છે. અને બીજુ ખાદ્યતેલ પરની ઇમ્પોર્ટ ડયુટીની રાહત 1 વર્ષ સુધી લંબાવાઇ છે.
ખાદ્ય તેલમાં કારોબાર
નવેમ્બર-ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ 20%થી વધારે ઘટ્યું. નવેમ્બર-ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ 24.55 લાખ ટન રહ્યું. માર્કેટિંગ વર્ષ 2023-24માં ઇમ્પોર્ટ ઘટ્યું. નવેમ્બર-ઓક્ટોબરથી માર્કેટિંગ વર્ષ શરૂ થાય છે. દેશમાં સનફ્લાવર ઓઈલનું ઇમ્પોર્ટ વધ્યું. નવેમ્બર-ડિસેમ્બરમાં CPOનું ઇમ્પોર્ટ ઘટ્યું.
ખાદ્યતેલના ઇમ્પોર્ટ પર મોટા સમાચાર
ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યૂટી પર યથાવત્ રહેશે છૂટ. સરકારે 1 વર્ષ સુધી સમય મર્યાદા વધારી. માર્ચ 2025 સુધી છૂટ લાગૂ રહેશે. ક્રૂડ પામ ઓઈલ, સનફ્લાવર અને સોયા ઓઈલ પર ઇમ્પોર્ટમાં રાહત રહેશે. ઇમ્પોર્ટ ડ્યૂટી માર્ચ 2024એ પૂરી થવાની હતી. દુનિયામાં સૌથી વધારે ભારત ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ કરે છે. 17.5%થી ઘટાડી 12.5% કરવામાં આવી ઇમ્પોર્ટ ડ્યૂટી. પાછલા વર્ષે જૂનમાં થઈ હતી ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કાપની ધોષણા કરી. પામ તેલનું ઇમ્પોર્ટ ઇન્ડોનેશિયા અને મલેશિયાથી સૌથી વધારે થાય છે. સોયા ઓઈલનું ઇમ્પોર્ટ આર્જેન્ટીનાથી થાય છે. સનફ્લાવર તેલનું ઇમ્પોર્ટ યૂક્રેન અને રશિયાથી થાય છે.
ઇથેનોલ બનાવવા માટે વપરાતા મોલાસિસ પર પણ સરકારે 50% એક્સપોર્ટ ડ્યૂટી.
મોલાસિસ પર સરકારનો મોટો નિર્ણય
મોલાસિસ પર 50% એક્સપોર્ટ ડ્યૂટી ઘટી. 18 જાન્યુઆરીથી લાગૂ થશે એક્સપોર્ટ ડ્યૂટી. મોલાસિસની ઉપલબ્ધતા વધારવા માટેનો નિર્ણય રહેશે. ઇથેનોલ બનાવવા માટે મોલાસિસનો ઉપયોગ થાય છે. શેરડીનું મોલાસિસ બાય પ્રોડક્ટ છે. દારૂ અને કાગળ ઉદ્યોગમાં મોલાસિસનો વપરાશ થાય છે. વિશ્વનું સૌથી મોટું મોલાસિસ એક્સપોર્ટર છે ભારત. મોલાસિસના ગ્લોબલ ટ્રેડમાં 25% ભાગેદારી ભારતની છે. એક્સપોર્ટ થયેલ મોલાસિસથી 30 કરોડ લીટર ઇથેનોલ ઉત્પાદનનું અનુમાન રહેશે.
શુગર ઉત્પાદનમાં ઘટાડો
1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી ઉત્પાદન ઘટ્યું. ઉત્પાદન 7% ઘટી 148.7 લાખ ટન રહ્યું. હાલ સુધી 15.63 કરોડ ટન શેરડીની વાવણી થઈ.
કેમ ઘટ્યું ઉત્પાદન?
મહારાષ્ટ્ર અને કર્ણટકમાં ઉત્પાદન ઘટ્યું. મહારાષ્ટ્રમાં 16%થી વધારે ઉત્પાદન ઘટ્યું. કર્ણાટકમાં લગભગ 13% ઉત્પાદન ઘટ્યું.
વૈશ્વિક બજારમાં કૉટનની ચાલ
ચીનનો બેન્ચમાર્ક વાયદો વધીને અઢી મહિનાના નીચલા સ્તરે છે. અમેરિકાના રિટેલ સેલ્સનાં ડેટા અનુમાનથી મજબૂત રહેતા કિંમતોને સપોર્ટ મળશે. ભારતીય કૉટનયાર્ન, ફેબ્રિક્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટની નિકાસ વધી છે.