કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન
મેટલ્સ માટે પણ ખૂબ મહત્વનુ સપ્તાહ રહ્યું કારણ કે ફેડની મિટીગ બાદ ડોલર ઇન્ડેક્સ પર ઇમ્પેક્ટ અને ચાઇના તરફથી લેન્ડિંગ રેટમાં ઘટાડો. રિયલ એસ્ટટે માટે અમુક રાહતો આ તમામ ખબરો આ વીક દરમિયાન આવી.
અઢી મહિનામાં સૌથી સોનું સસ્તું થયું. MCX પર કિંમતો ₹58,900ની નીચે પહોંચતી દેખાઈ. સોનામાં ₹400 સુધીનો મોટો ઘટાડો નોંધાયો.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર વૈશ્વિક પરિબળોની ઘણી અસર જોવા મળી, જેમાં ઘણી સેન્ટ્ર બેન્કો તરફથી વ્યાજ દર વધારવામાં આવ્યા, તો US ફેડના અનિશ્ચિત વલણથી પણ કૉમોડિટીના સેન્ટિમેન્ટ નેગેટીવ થતા જોવા મળ્યા, જ્યાં ક્રૂડ ઓઈલમાં વોલેટાલિટી રહી, તો સોના-ચાંદી અને બેઝ મેટલ્સની સ્થિતી પણ બગડી છે. હવે આવતા સપ્તાહે આ કૉમોડિટીનું આઉટલૂક કેવું રહેશે અને કઈ કૉમોડિટી પર હવે ફોકસ હોવું જોઈએ તે અંગે ચર્ચા કરીશું.
ક્રૂડમાં વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો, આ આખુ વીક સેન્ટ્રલ બેંક્સની પોલિસી અને મોંઘવારીના આંકડા જેવા ડેટાઓ હતા એટલે આખુ ઇવેન્ટફુલ વીક હતુ..અને દરેક અપડેટ સાથે ક્રૂડમાં ઉતાર-ચઢાવ આવતા ગયા..
આ સપ્તાહે ક્રૂડમાં કારોબાર
સપ્તાહ દરમિયાન ઘણો વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો. સપ્તાહના છેલ્લા દિવસે કિંમતો નીચલા સ્તરેથી 3% સુધરતી દેખાઈ. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો આવતા 5 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે. ચાઈનાએ ઇન્ટરેસ્ટ રેટમાં કાપ કર્યો હોવાથી કિંમતોને સપોર્ટ મળ્યો. મે મહિનામાં ચાઈનામાં રિફાઈનરી આઉટપુટ YoY ધોરણે 15.40% વધ્યું. USના રિટેલ સેલ્સ મજબૂત રહ્યા અને રોજગાર આંકડાઓના કારણે સપોર્ટ મળ્યો. જૂનમાં 1.5 mbpdનું સપ્લાય ડેફિસેટ જોવા મળી શકે છે. તેલની નિકાસ ફરી શરૂ કરવા અંગે તુર્કીનું પ્રતિનિધિમંડળ ઈરાકને મળશે.
આ કારણે આવ્યું હતું દબાણ
વધુ સપ્લાય સામે માગ ઘટવાના ડરથી કિંમતો ઘટી છે. રશિયા અને નાઈજેરિયાએ ઉત્પાદન વધાર્યું છે. UAE અને ઇરાને પણ ક્રૂડ ઉત્પાદન વધાર્યું છે. ચાઈના તરફથી માગ ન વધતા કિંમતો ઘટી છે. US ઇન્વેન્ટરી 17 સપ્તાહમાં સૌથી વધારે વધી છે. US ઇન્વેન્ટરીમાં 7.9 મિલિયન bblનો વધારો થયો. ગેસોલિનના સ્ટોકમાં પણ વધારો નોંધાયો.
OPECનું ગ્લોબલ માગ પર અનુમાન
2023 માટેના અનુમાનમાં કોઈ ફેરફાર નહીં કર્યો. માગ 23.52 લાખ bpd વધવાની આશા છે. મે મહિનામાં ઘણા સદસ્ય દેશોએ ઉત્પાદન ઘટાડ્યું. મે મહિનામાં ઉત્પાદન 4.64 લાખ bpd ઘટ્યું.
OPECએ શું કહ્યું?
ગ્લોબલ અર્થતંત્રને લઈ અનિશ્ચિતતા વધી. વધુ મોંધવારી અને વ્યાજ દરોની અસર જોવા મળી. નબળા લેબર માર્કેટની પણ અસર જોવા મળશે.
બેન્ક ઑફ જાપાનએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નહીં. BoJએ વ્યાજદર -0.10% પર યથાવત રાખ્યા. બેન્ક ઑફ જાપાને કહ્યું ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારીમાં નબળાઈ જોવા મળી રહી છે. જાપાનની ઈકૉનોમીમાં અનિશ્વિતતા ખૂબ જ વધારે છે.
નેચરલ ગેસમાં કારોબાર
UK અને યૂરોપમાં નેચરલ ગેસની કિંમતો ઘટી છે. નફાવસુલીના કારણે કિંમતોમાં ઘટાડો આવ્યો. સપ્લાય વધવાથી કિંમતોમાં ઘટાડો નોંધાયો.
સોના પર આ સપ્તાહ ઘણા પરિબળોની અસર રહી, યુએસની મોંઘવારી કુલઓફ થઇ અને ફેડ દ્વારા કોઇ વ્યાજદર વધારો નહી આવ્યો પરંતુ હોકિસ કોમેન્ટની અસર સોના પર થતી જોવા મળી.
સતત 10 વાર દર વધાર્યા બાદ ફેડ તરફથી અસ્થાઈ રોક. વ્યાજ દર કોઈ ફેરફાર વગર 5-5.25%ની રેન્જમાં છે. ફેડના તમામ 11 સભ્યો આ વખતે દર ન વધારવાના પક્ષમાં રહ્યા. આ વર્ષે હજી 2 વાર વ્યાજ દર વધવાની સંભાવના છે. મીડિયન રેટ હાલ 5.1%થી વધીને 5.6% થવાની સંભાવના છે.
US ફેડે શું કહ્યું?
દર વધવાથી મોંઘવારી દર ઘટ્યો છે. મોંઘવારી વિરુદ્ધ લડાઇ ચાલુ રહેશે. મોંઘવારી ઓછ કરવી પ્રાથમિકતા છે. આ વર્ષે દરોમાં કાપની શક્યતા નથી. આ વર્ષે બેરોજગારી દર ઘટવાની આશા છે. બેરોજગારી દર 4.1% પર રહેવાનું અનુમાન છે. વર્ષના અંત સુધીમાં કોર મોંઘવારી દર ઉંચો રહી શકે છે. કોર મોંઘવારી દર 3.9% પર રહેવાની આશંકા છે.
ફેડના વલણની અસર
કડક ક્રેડિટ સ્થિતીની અર્થતંત્ર પર અસર જોવા મળશે.
સોનામાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકાર માટે આ વીકમાં નવી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની જાહેરાત આવતા જોઇ. આ સ્કીમમાં રોકાણનો પહેલો તબક્કો આવનારા સપ્તાહમાં 19 જુનથી શરૂ થશે અને 23 જૂન સુધી પહેલા તબકકામાં આ સ્કીમમાં રોકાણ કરી શકાશે.
ચાંદીમાં આ સપ્તાહ ઘટાડો આવતો દેખાયો.. એક વીકમાં ચાંદીની કિંમતો 2% કરતા વધારે તુટી.
મેટલ્સ માટે પણ ખૂબ મહત્વનુ સપ્તાહ રહ્યું કારણ કે ફેડની મિટીગ બાદ ડોલર ઇન્ડેક્સ પર ઇમ્પેક્ટ અને ચાઇના તરફથી લેન્ડિંગ રેટમાં ઘટાડો. રિયલ એસ્ટટે માટે અમુક રાહતો આ તમામ ખબરો આ વીક દરમિયાન આવી. અને એની અસર મેટલ્સ પર દેખાઇ..એલ્યુમિનિમય 5%, ઝીંક4%, તો કોપર 1.71 ટકા મજબૂત થતુ દેખાયુ.