કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન

આ સપ્તાહે કિંમતો નાની રેન્જમાં રહી છે. US ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં ઉપલા સ્તરેથી દબાણથી સપોર્ટ છે. ડિસેમ્બરમાં US ફેડ વ્યાજ દર સ્થિર રાખે તેવી આશા છે.

અપડેટેડ 12:04:33 PM Nov 24, 2023 પર
Story continues below Advertisement
બેઝ મેટલ્સમાં આ સપ્તાહ દરમિયાન ડૉલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવની સીધી અસર જોવા મળી

આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં વોલેટાઈલ કારોબાર જોયો, જ્યાં સોના-ચાંદીની કિંમતો પર ડૉલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવની અસર રહી, તો OPEC+ની બેઠક પહેલા અને USમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધવાની અસર ક્રૂડના કારોબારમાં જોવા મળી, જ્યાંરે ચાઈના તરફથી અનિશ્ચિત સંકેતોની અસર બેઝ મેટલ્સે દેખાડી. આ બધાની વચ્ચે પણ ઘણા નિષ્ણાતોએ સોના-ચાંદી અને ક્રૂડ ઓઈલમાં ખરીદદારી કરીને ચાલવાની સલાહ આપી છે.

ક્રૂડ પર ધણા બધા ફન્ડામેન્ટલની અસર રહી છે, opecની બેઠક તો છે, જ ફોકસમાં, પણ USમાં જે રીતે ઇન્વેન્ટરી વધી રહી છે, નાઈજેરીયા અને અંગોલામાં ઓઈલ ઉત્પાદન વધી શકે છે, પણ માગ નથી આ સાથે જ, નોન- opecની સપ્લાય વધી રહી છે, અને અર્થવ્યવસ્થાઓ ધીમી માંગને હળવી કરે છે, જેથી opec તેના ઊંચા ભાવ જાળવી રાખવા માટે પગલાં લે તેવી અપેક્ષા અને આ બધાની વચ્ચે નબળા અર્થતંત્રની ચિંતા તો છે જ.

આ સપ્તાહ દરમિયાન 80 થી 82ની રેન્જમાં બ્રેન્ટના ભાવ રહેતા દેખાયા, હવે 30 નવેમ્બરે opecની બેઠક છે.


ક્રૂડ ઓઈલમાં કારોબાર

બુધવારે ઇન્ટ્રા ડે માં કિંમતો 5% તૂટતી દેખાઈ. OPEC+ની બેઠક આગળ વધતા કિંમતો ઘટી. 26 નવેમ્બરને બદલે 30 નવેમ્બરે થશે OPEC+ની બેઠક. ક્રૂડનો ભાવ 80 ડૉલરના સ્તર સુધી પહોંચતો દેખાયો. આઉટપુટ લક્ષ્યને લઈ અમુક દેશોમાં મતભેદ છે. અંગોલા, નાઈજેરીયા સાથે લોઅર આઉટપુટ પર એકમત નહીં. સાઉદી અરબના OPEC+ દેશો સાથે એકમત થવાના પ્રયત્નો છે. ગત સપ્તાહે પ્રોડક્શનમાં કાપની આશંકાએ કિંમતો વધી હતી. USમાં ક્રૂડનું રેકોર્ડ ઉત્પાદન છે. USમાં ક્રૂડ પ્રોડક્શન રેકોર્ડ 1.32 Cr bpdના સ્તરે પહોંચ્યું. પાછલા વર્ષની સામે USમાં 11 લાખ bpd વધારે ઉત્પાદન છે.

ફેડ હાલમાં હોલ્ડ પર છે. US existing home sales ઘટીને 13 વર્ષના નીચલા સ્તરની પાસે છે. હવે Jobless claims and durable goods orders data will be key triggers છે.

સોનામાં કારોબાર

આ સપ્તાહે કિંમતો નાની રેન્જમાં રહી છે. US ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં ઉપલા સ્તરેથી દબાણથી સપોર્ટ છે. ડિસેમ્બરમાં US ફેડ વ્યાજ દર સ્થિર રાખે તેવી આશા છે.

બેઝ મેટલ્સમાં આ સપ્તાહ દરમિયાન ડૉલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવની સીધી અસર જોવા મળી, LME પર કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં ખાસ કરીને મૂવમેન્ટ પોઝિટીવ રહી, પણ સ્થાનિક બજારમાં રેન્જબાઉન્ડ અને ફ્લેટ કહી શકાય તેવો કારોબાર જ રહ્યો.

કોપરની ખાસ કરીને વાત કરીએ તો, અહીં જે રીતે પેરૂ અને પનામા માઈન્સમાં વિક્ષેપ અને હડતાળના સમાચારથી ઉત્પાદન ઘટવાની ચિંતા બનતી દેખાઈ, LME પર કિંમતોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન પોઝિટીવ કામકાજ રહ્યું, જે રીતે ચાઈનાની સેન્ટ્રલ બેન્કોએ યુઆનને મજબૂત કરવા ડૉલર વેચ્યા છે, તો કોપરને મજબૂત યુઆનનો સપોર્ટ પણ મળ્યો છે.

કોપરમાં કારોબાર

આ સપ્તાહે કિંમતોમાં મજબૂતી જોવા મળી. LME પર કિંમતો $8,400/tના સ્તરની ઉપર રહી છે. યુઆનમાં મજબૂતીના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.

નિકલની વાત કરીએ તો, અહીં આ સપ્તાહે કિંમતો એપ્રિલ 2021ના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, 2023માં હાલ સુધી કિંમતો આશરે 45% ઘટી છે, અને સમગ્ર મેટલ બાસ્કેટમાં સૌથી ખરાબ અને નબળું પ્રદર્શન નિકલનું રહ્યું છે, આની પાછળ ક્યાં કારણો જોઈ રહ્યા છો, કેમ કે જ્યારે EV માર્કેટમાં આવ્યું ત્યાંરે એક બઝ બન્યો હતો બેટરી બનાવવા માટે નિકલની માગ વધી શકે, પણ સપોર્ટ નથી કિંમતોને. અહીં જે ઘટાડો આવ્યો છે.

નિકલમાં કારોબાર

કિંમતો એપ્રિલ 2021ના નીચલા સ્તરની પાસે પહોંચી. 2023માં કિંમતો આશરે 45% ઘટી. સમગ્ર મેટલ બાસ્કેટમાં નિકલનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ. ઇન્ડોનેશિયામાં સપ્લાય વધતા ગ્લોબલ સરપ્લસની સ્થિતી છે.

LME પર ભાવ એપ્રિલ 2021ના નીચલા સ્તરે છે. મેટલ્સમાં સૌથી ખરાબર પ્રદર્શન રહ્યું છે.

નિકલમાં ઘટાડાના કારણો

ઈન્ડોનેશિયાથી સપ્લાય વધતા વૈશ્વિક સ્ટોક વધ્યો. 5 વર્ષમાં ઈન્ડોનેશિયાથી વૈશ્વિક નિકલનો 70% આવશે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ માર્કેટ સપ્લાય ચેઈન ફરીથી ગોઠવી રહ્યું છે. રશિયાથી વિશ્વનું કુલ 10% નિકલ આવે છે. ચીનના EV ઉત્પાદકો લિથિયમ ફેરોફોસ્ફેટ બેટરી તરફ વળ્યા છે. લિથિયમ ફેરોફોસ્ફેટ બેટરી હવે 60%નો માર્કેટ શેર ધરાવે છે. શાંઘાઈમાં ઈન્વેન્ટરી માર્ચ 2021ના 10,847 ટનના ઉચ્ચત્તમ શિખરે છે.

HSBC એ ખરીદારીના રેટિંગ બનાવી રાખ્યા બાદ સિપ્લાના શેરોમાં રિકવરી, 1% સુધી વધ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 24, 2023 12:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.