કોમોડિટી રિપોર્ટ: ગ્લોબલ ડેટાઓના કારણે કૉમોડિટીમાં ઉતાર-ચઢાવ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: ગ્લોબલ ડેટાઓના કારણે કૉમોડિટીમાં ઉતાર-ચઢાવ

સોના માટે પણ ઘણુ મહત્વનુ સપ્તાહ રહ્યું. ડોલર ઇન્ડેકસની મુવમેન્ટ છે. બોન્ડ યીલ્ડની ઇમ્પેકટ, ફેડના સભ્યોના નિવેદનો, અમુક આર્થિક આંકડા ઘણુ બધુ હતુ જેની સોના પર અસર આવતી દેખાઇ.

અપડેટેડ 01:40:30 PM Sep 29, 2023 પર
Story continues below Advertisement
આ સપ્તાહમાં US બોન્ડ અને ડોલર ઇન્ડેક્સમાં આપણે સારી મજબૂતી જોઇ. 10 વર્ષની યીલ્ડ 16 વર્ષની ઉંચાઇ પર તો ડોલર ઇન્ડેકસ 6 મહિનાના ઉપલા સ્તરે પહોચતો દેખાયો.

આ સપ્તાહ નોન એગ્રી કૉમોડિટી માટે ઘણું મહત્વનું રહ્યું, ઘણા બધા ગ્લોબલ ડેટાઓની અસર કૉમોડિટીની કિંમતો પર જોવા મળી, જ્યાં ક્રૂડ ઓઈલ 100 ડૉલર સુધી આગળ વધી રહ્યું છે, પણ સોના-ચાંદીમાં નવા નીચલા સ્તર બનતા દેખાયા, તો બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર યથાવત્ રહેતો દેખાયો, આ બધાનું મુખ્ય કારણ USમાં વ્યાજ દર વધવાનો ડર, US બોન્ડ યીલ્ડમાં આવેલી તોફાની તેજી અને ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી છે..આ વર્ષે ફેડ હજી એકવાર 25 bpsનો કાપ કરે તેવા અનુમાનો હાલ બજાર કરી રહ્યું છે, આગળ આની કેટલી અને કેવી અસર કૉમોડિટી પર જોવા મળે છે.

આ સપ્તાહમાં US બોન્ડ અને ડોલર ઇન્ડેક્સમાં આપણે સારી મજબૂતી જોઇ. 10 વર્ષની યીલ્ડ 16 વર્ષની ઉંચાઇ પર તો ડોલર ઇન્ડેકસ 6 મહિનાના ઉપલા સ્તરે પહોચતો દેખાયો અને ડોલર ઇન્ડેકસમાં સપ્તાહના છેલ્લા દિવસે ઉપલા સ્તરેથી થોડી નરમાશ પણ આવી.

રૂપિયામાં કારોબાર


આ સપ્તાહે ડૉલર સામે રૂપિયો નબળો રહ્યો. ઇક્વિટી માર્કેટમાં ખરીદદારીના કારણે રૂપિયામાં નરમાશ છે. ડૉલર ઇન્ડેક્સ 106ના સ્તર સુધી પહોંચતો દેખાયો. USની 10 વર્ષની બોન્ડ યીલ્ડ 16 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચી. ક્રૂડ ઓઈલમાં ઉછાળાના કારણે રૂપિયા પર દબાણ બન્યું. ભારતીય સેન્ટ્રલ બેન્કો રૂપિયાને સપોર્ટ કરવા ડૉલર વેચી શકે છે.

ક્રૂડ ઓઇલ માટે ખૂબ વોલેટાઇલ સપ્તાહ રહ્યું. કિંમતોમાં જોરદાર ઉતાર -ચઢાવ આવતા જોવા મળ્યા.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

નીચલા સ્તરેથી કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળ્યો. બ્રેન્ટની કિંમતો $98/bblના સ્તરની પાસે પહોંચી હતી. કિંમતો વધીને 10 મહિનાના ઉપલા સ્તરની પાસે છે. USમાં ક્રૂડનો સ્ટોક ઘટવાથી કિંમતોને સપોર્ટ છે. USમાં ક્રૂડનો સ્ટોક 2.2 મિલિયન bblથી ઘટી 416 મિલિયન bbl રહ્યો. 31 ઓક્ટોબર, 1 નવેમ્બરે થનાર ફેડની બેઠક પર નજર રહેશે.

ક્રૂડમાં તેજીના કારણો

ઠંડીમાં માગ વધવાની આશાએ કિંમતો વધી. સપ્લાયમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. બજારની આશા કરતા US ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો છે. ગત સપ્તાહે USની ઇન્વેન્ટરી 22 લાખ બેરલ ઘટી છે. બજારને 3.2 લાખ બેરલ ઘટાડાની આશા હતી. ગ્રે ફ્યૂલના રશિયા એક્સપોર્ટમાં કાપ કરશે. રિસેલર માટે રશિયા એક્સપોર્ટ ડ્યૂટી વધારશે.

સોના માટે પણ ઘણુ મહત્વનુ સપ્તાહ રહ્યું. ડોલર ઇન્ડેકસની મુવમેન્ટ છે. બોન્ડ યીલ્ડની ઇમ્પેકટ, ફેડના સભ્યોના નિવેદનો, અમુક આર્થિક આંકડા ઘણુ બધુ હતુ જેની સોના પર અસર આવતી દેખાઇ.

સોનામાં કારોબાર

કિંમતો ઘટીને 4 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી. US 10 વર્ષની યીલ્ડ વધીને 16 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચી. ડૉલર ઇન્ડેક્સ 10 મહિનાના ઉપલા સ્તરની પાસે રહ્યો. US ફેડ તરફથી અનિશ્ચિત નિવેદનોથી કિંમતો ઘટી છે. જાન્યુઆરી 2020 બાદથી SPDR ગોલ્ડ ETFની હોલ્ડિંગ સૌથી નીચલા સ્તરે છે.

નબળા ભાવ ભારતની ખરીદીને ટેકો આપે છે. ભારતમાં 6,900 કરોડ રૂપિયાના સોવરિન ગોલ્ડ બોન્ડની ખરીદી થઈ. આ વર્ષે બીજા તબક્કામાં 11.67 ટન મૂલ્યની ખરીદી થઈ. ભારતની કુલ સોવરિન ગોલ્ડ બોન્ડ હોલ્ડિંગ 120.6 ટન થઈ.

સોના-ચાંદીમાં દબાણના કારણો

આ સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ 106ના સ્તરે પહોંચતો દેખાયો. USની 10 વર્ષીય બોન્ડ યીલ્ડ 16 વર્ષની ઉંચાઈએ પહોંચી. બજારને આ વર્ષે USમાં દર વધવાની આશંકા છે. સેન્ટ્રલ બેન્કોના કડક વલણથી પણ કિંમતો પર અસર છે.

આ સપ્તાહે ચાંદીમાં કારોબાર

COMEX પર ભાવ 23 ડૉલરની નીચે રહ્યા. સ્થાનિક બજારમાં 72000 રૂપિયાની નીચે કિંમતો પહોંચતી દેખાઈ.

મેટલ્સમાં કારોબાર

મજબૂત ડૉલરના કારણે કિંમતો ઘટી. ડૉલર ઇન્ડેક્સ 6 મહિનાના ઉપલા સ્તરની પાસે છે. ઉંચા વ્યાજ દર લાંબા સમય માટે રહી શકે છે. ચાઈના તરફથી અનિશ્ચિત માગના કારણે કિંમતો પર અસર છે. ઇન્વેન્ટરીમાં સતત વધારાથી કિંમતો ઘટી છે. નિકલની કિંમતો 14 મહિનાના નીચલા સ્તરની પાસે છે. એલ્યુમિનિયમમાં 1 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 29, 2023 1:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.