કોમોડિટી રિપોર્ટ: ખરીફ અને રવિ પાકના આઉટલૂક પર ચર્ચા | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: ખરીફ અને રવિ પાકના આઉટલૂક પર ચર્ચા

સપ્ટેમ્બરમાં ભારતો ઓઈલમિલ એક્સપોર્ટ 37.4% વધ્યો. સપ્ટેમ્બરમાં રાઈમિલનો એક્સપોર્ટ 189,213 ટન રહ્યો. એરંડામિલના એક્સપોર્ટમાં પણ વધારો નોંધાયો. સોયામિલ એક્સપોર્ટમાં 383%નો વધારો નોંધાયો.

અપડેટેડ 12:14:52 PM Oct 27, 2023 પર
Story continues below Advertisement
ઘઉંના વાવેતર માટે અનુકૂળ વાતાવરણનું અનુમાન છે. પ્રારંભિક ડેટા મુજબ શિયાળું પાકની વાવણી સારી રહેશે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને રવી પાકમાં એક્શન જોવા મળી, જ્યાં જીરામાં ઓલ ટાઈમ હાઈના સ્તરેથી કિંમતોમાં ઘટાડો નોંધાયો, તો ગુવાર પેકમાં પણ સારી એક્શન રહી, આ સાથે જ વરસાદની અછતના કારણે ખરીફ પાકનું આઉટલૂક નબળું પડતું દેખાઈ રહ્યું છે...આવામાં હવે ઓવરઓલ એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહેશે તે અંગે જાણીશું.

રવિ પાકની સ્થિતી

ઘઉંના વાવેતર માટે અનુકૂળ વાતાવરણનું અનુમાન છે. પ્રારંભિક ડેટા મુજબ શિયાળું પાકની વાવણી સારી રહેશે. નીચા MSP વધારાને કારણે ચણા માટે ચિંતા છે. રાઈ, જુવાર અને મકાઈની વાવણીમાં વધારો જોવા મળી શકે છે. 20 ઓક્ટોબર સુધી રવિ પાક હેઠળનો કુલ વિસ્તાર 22.53 લાખ હેક્ટર નોંધાયો છે. ગત વર્ષે 21.87 લાખ હેક્ટરમાં થઈ હતી રવિ પાકની વાવણી છે. અનુકૂળ આબોહવાના કારણે આ વર્ષે વાવણી વધવાની આશા છે.


કઠોળમાં એકંદરે વાવણીનો વિસ્તાર 3.71 લાખ હેક્ટર ઓછો છે. ચણાના વાવેતરમાં ઘટાડો જોવા મળી શકે છે. તેલીબિયાંનું વાવેતર 12.93 લાખ હેક્ટરે પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ બાદ રાજસ્થાનમાં સૌથી વધુ વાવેતર વિસ્તાર છે. ખેડૂતો ચણાને બદલે ઘઉંની ખેતી તરફ વળી શકે છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઘઉંની વાવણી શરૂ થવાના અનુમાન છે.

રાજસ્થાનમાં 23 ઓક્ટબર સુધી વાવેતર 19.5% ઘટી 1.2 મિલિયન હેક્ટરમાં થયું. રાજસ્થાનમાં રાઈની વાવણી 19% અને ચણાની વાવણી 29% ઘટી છે. સરકાર દ્વારા ઘઉં ઉત્પાદનમાં વધારો થાય તેવા અનુમાન છે. 2022-23માં તેલિબીયાનું આઉટપુટ 41 મિલિયન રહ્યું છે.

MSPની સ્થિતી

ઘઉંની MSP 150 રૂપિયાથી વધારી 2,275 રૂપિયા કરી. ચણાની MSPમાં 2%નો વધારો કરવામાં આવ્યો. રાઈની MSP 200 રૂપિયા પ્રતિ 100 KG વધારી 5,650 રૂપિયા કરી. મસૂરની MSP 7%થી વધારવામાં આવી. સનફ્લાવરની MSPમાં 3%નો વધારો કરાતા 5,800 રૂપિયા કરી.

આ સપ્તાહે જીરામાં કારોબાર

બુધવારે ઇન્ટ્રા ડેમાં કિંમતો 48,960 રૂપિયા સુધી ઘટી હતી. સાડા 4 મહિનાના નીચલા સ્તરે કારોબાર નોંધાયો. રેકોર્ડ ઉંચાઈની ભાવ 15,000 રૂપિયા નીચે આવ્યા. એક મહિનામાં કિંમતોમાં 20%નો મોટો ઘટાડો જોવા મળ્યો. સપ્ટેમ્બરમાં કિંમતો 64,000 રૂપિયાના સ્તરે પહોંચી હતી. 2 દિવસમાં ભાવ 5,000 રૂપિયાથી વધારે તૂટ્યા છે. ભારે નફાવસુલીના કારણે કિંમતોમાં ઘટાડો નોંધાયો.

ઓઈલ મિલ એક્સપોર્ટની વાત કરીએ તો, SEAના એક અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં ભારતનો ઓઈલમિલ એક્સપોર્ટ 37.4% વધ્યો છે. જેમાં સોયામિલ એક્સપોર્ટ સૌથી વધારે રહ્યો છે, આ ઓઈલ મિલ એક્સપોર્ટની સ્થિતીને કઈ રીતે સમજવી?

ઓઈલ મિલ એક્સપોર્ટની સ્થિતી

સપ્ટેમ્બરમાં ભારતો ઓઈલમિલ એક્સપોર્ટ 37.4% વધ્યો. સપ્ટેમ્બરમાં રાઈમિલનો એક્સપોર્ટ 189,213 ટન રહ્યો. એરંડામિલના એક્સપોર્ટમાં પણ વધારો નોંધાયો. સોયામિલ એક્સપોર્ટમાં 383%નો વધારો નોંધાયો.

Today's Broker's Top Picks: એશિયન પેન્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, વેસ્ટલાઈફ, રેલિસ ઈન્ડિયા અને અન્ય સ્ટૉક છે બ્રોકરેજના રડાર પર

વૈશ્વિક બજારમાં કૉમોડિટીની ચાલ

વૈશ્વિક બજારમાં પણ કૉમોડિટીની ચાલ પર નજર કરીએ તો, ભૌગોલિક તણાવની અસર દેખાઈ છે, જેમાં શુગરની કિંમતો હોય કે વૈશ્વિક સોયાબીન ક્રશ હોય તેમાં વધારો જોવા મળ્યો છે, પણ સામે બરછટ અનાજનું ઉત્પાદન અને વૈશ્વિક ઘઉંના પુરવઠામાં ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક ઘઉંનો પુરવઠો 3.5 મિલિયન ટન ઘટીને 1,051.0 મિલિયન થયો. 2023/24 માટે વૈશ્વિક બરછટ અનાજનું ઉત્પાદન 2.0 મિલિયન ટન ઘટવાનો અંદાજ છે. વૈશ્વિક સોયાબીન ક્રશ 0.8 મિલિયન ટન વધીને 328.5 મિલિયન થયું. વૈશ્વિક સોયાબીન એન્ડિંગ સ્ટોક 3.6 મિલિયન ટન ઘટીને 115.6 મિલિયન થયો.

ખરીફ પાકનું આઉટલૂક

આ ખરીફ સિઝનમાં મગફળી, તુવેર અને અડદનું ઉત્પાદન ઘટી શકે છે. મગફળીનું ઉત્પાદન ઘટીને 3 વર્ષની નીચી સપાટીએ રહી શકે. ચોખા અને અનાજના ઉંચા ઉત્પાદનને કારણે એકંદર અનાજ ઉત્પાદન વધી શકે છે. આ વર્ષે સામાન્ય કરતા 6% ઓછો વરસાદ થયો. સપ્ટેમ્બરના અંતમાં ખરીફની વાવણી 0.2% જેટલી વધી.

કઠોળનું ઉત્પાદન ઘટીને 69 થી 73 લાખ ટનની રેન્જમાં રહેવાની ધારણા છે. તુવેરની વાવણી 5% ઘટીને 32.2-32.7 લાખ ટનની રેન્જમાં રહી શકે છે. અડદ અને મગના આઉટપુટમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. અડદનું ઉત્પાદન 15% ઓછું થવાનો અંદાજ છે. દેશમાં રૂનું ઉત્પાદન 336-340 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. આ વર્ષે એલ નિનોની અસર ખરીફ પાકની વાવણી પર રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2023 12:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.