કોમોડિટી રિપોર્ટ: ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતો પર વરસી કુદરતી આફત | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતો પર વરસી કુદરતી આફત

મહારાષ્ટ્ર, ગુજરાત, MPમાં કમોસમી વરસાદ થયો. રાજસ્થાન અને તમિલનાડુમાં પણ કમોસમી વરસાદ થયો. દિલ્હી-એનસીઆર માં પણ વરસાદ નોંધાયો. બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો.

અપડેટેડ 01:31:51 PM Dec 01, 2023 પર
Story continues below Advertisement
રવિ પાકોના વાવેતરમાં 20%નો ઘટાડો જોવા મળ્યો. ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતર ઘટ્યાં. જીરૂના પાકમાં નોંધપાત્ર વધારો થયો.

આ સપ્તાહ આપણે ખાસ એગ્રી કોમોડિટીની વાત કરીશુ કારણ કે આ સપ્તાહમાં આવેલા માવઠાથી પાક નુકસનાની ખબરો પણ આવી છે તો સાથે જ રવિ પાકની વાવણી પણ ગુજરાત રાજ્યમાં તો થોડી ઘટતી દેખાઇ છે. તો કઇ રીતની સ્થિતી બની રહી છે એગ્રી કોમોડિટીમાં તેની કિંમતો પર કેવી અસર રહેશે તેમજ દાળોના વધતા ઇમ્પોર્ડ આ તમામની ચર્ચા કરીશુ.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

236 તાલુકામાં વરસાદ નોંધાયો. મહત્તમ 156 મિમિ સુધીનો વરસાદ નોંધાયો. માવઠાથી ખરીફ સિઝનના વાવેતરને નુકસાન થઈ રહ્યુ છે. 86 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું હતું. 10થી 15 લાખ હેક્ટરમાં કપાસ, એરંડા સહિતના પાક ઉભો હોય છે. પ્રથમ વિણી પૂર્ણ થઈ, છેલ્લી વિણીને નુકસાન પહોંચ્યું. દિવેલના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ. 3થી 4 લાખ હેક્ટરમાં પવન, માવઠાથી અસરનો અંદાજ છે. રવિ પાકમાં ઘઉં, ચણા, બટાકા, જીરું સહિતના પાકનું વાવેતર કરાયું. વાવેતરના પ્રાથમિક તબક્કામાં નુકસાનની સંભાવના નહીંવત છે.


દેશમાં વરસી કહેર!

મહારાષ્ટ્ર, ગુજરાત, MPમાં કમોસમી વરસાદ થયો. રાજસ્થાન અને તમિલનાડુમાં પણ કમોસમી વરસાદ થયો. દિલ્હી-એનસીઆર માં પણ વરસાદ નોંધાયો. બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો.

રવિ પાકોના વાવેતરમાં 20%નો ઘટાડો જોવા મળ્યો. ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતર ઘટ્યાં. જીરૂના પાકમાં નોંધપાત્ર વધારો થયો.

રવિ પાકના ઉત્પાદનમાં થયો ઘટાડો

રવિ પાકોના વાવેતરમાં 20%નો ઘટાડો જોવા મળ્યો. પાણીની તંગીના કારણે રવિ પાકના વાવેતરમાં આવ્યો ઘટાડો. ઓછા વરસાદને વધુ ગરમીની અસર જોવા મળી. ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતર ઘટ્યાં. જીરૂના પાકમાં નોંધપાત્ર વધારો થયો. તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો. 28 નવેમ્બર સુધીમાં કુલ વાવેતર 20.21 લાખ હેકટરમાં થયું. ગત વર્ષે 25.18 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

જુવારમાં ગત વર્ષ 36024 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં જુવારમાં 15309 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 58 ટકા વાવેતર ઓછુ થયુ છે. તો મકાઈમાં ગત વર્ષ 72176 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં મકાઈમાં 66982 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 7 ટકા વાવેતર ઓછુ થયુ છે. જ્યારે ચણામાં ગત વર્ષ 465093 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં ચણામાં 314359 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 32 ટકા વાવેતર ઓછુ થયુ છે.

આગળ વાત કરીએ ધાણામાં ગત વર્ષ 157117 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં ધાણામાં 56737 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 64 ટકા વાવેતર વધુ થયુ છે. જ્યારે રાયડોમાં ગત વર્ષ 280924 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં રાયડોમાં 221028 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 21 ટકા વાવેતર ઓછુ થયુ છે.

ઈસબગુલમાં ગત વર્ષ 2514 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં ઈસબગુલમાં 4945 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 97 ટકા વાવેતર વધુ થયુ છે. ત્યારે જીરૂમાં ગત વર્ષ 113109 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં જીરૂમાં 244639 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 116 ટકા વાવેતર વધુ થયુ છે. એકંદરે આપણે કુલ વાવેતરમાં ગત વર્ષ 2518824 પાકમાં આટલુ વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષમાં 2021748 પાકમાં આટલુ વાવેતર થયુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પાકમાં 20 ટકા વાવેતર ઓછુ થયુ છે.

તેલીબિયાંનો વિસ્તાર 221,119 હેક્ટર હતો, જે એક વર્ષ અગાઉ 282,397 હેક્ટર હતો અને સામાન્ય વિસ્તાર 244,056 હેક્ટર હતો.

ઘઉંના પાકમાં નોંધાયો ઘટાડો

શિયાળું પાકમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થાય છે. ઘઉંના પાકમાં 32%નો ઘટાડો નોંધાયો. કુલ ઘઉંનું વાવેતર 3.77 લાખ હેક્ટરમાં નોંધાયું. ગત વર્ષે 5.52 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. નીચા ભાવને કારણે વાવેતરમાં ઘટાડો નોંધાયો.

જીરાના વાવેતરમાં 116% વધારો નોંધાયો જીરાનું વાવેતર વધ્યું. ગુજરાતમાં ધાણાનો વાવેતર વિસ્તાર 63.8% ઘટીને 56,737 હેક્ટર હતો. 28 નવેમ્બર સુધીમાં જીરાનું 2.44 લાખ હેક્ટરમાં વાવેતર થયું. ગત વર્ષે 1.13 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ખેડૂતો ઉંચા ભાવ મળતા જીરા વાવેતર તરફ વળ્યા. ઓછા પાણીના સિંચાઈ જરૂર હોવાથી વાવેતર વધારો થયો. જીરાના વાવેતરથી સારી આવક મળવાની આશાએ વાવેતરમાં થયો વધારો.

દાળની આયાતમાં વધારો

ચાલુ નાણાકીય વર્ષમાં કઠોળની આયાત વધી. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આયાત બમણીથી વધુ થઇ. તુવેર, મસૂર, અડદની દાળની આયાત વધી. ઉત્પાદનમાં ઘટાડાથી કઠોળની આયાત વધી. ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો.

આ વર્ષ એપ્રિલથી સપ્ટેમ્બરની બાદ દાળોનો ઈંપોર્ટ વધ્યો છે. મસૂર દાળનું ઈપોર્ટ 184% થયો છે, તો તુવેર દાળનો 75% અને અડદણી દાળનો ઈંપોર્ટ 39% સુધી વધ્યો છે.

મસૂરની આયાત વધી

એપ્રિલ-સપ્ટેમ્બર 2023માં આયાતમાં 184%નો વધારો થયો છે. 2022-23માં કુલ આયાત 8.58 લાખ ટન હતી. સરકારના પગલાને કારણે આયાત વધી. USથી ડ્યૂટી ફ્રી ઈમ્પોર્ટની મળી મંજૂરી.

Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો, મહિનાના પહેલા દિવસે સોનું થયું મોંઘુ, ચેક કરો દેશના 12 શહેરોમાં ગોલ્ડનો રેટ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 01, 2023 1:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.