આ સપ્તાહ નોન એગ્રી કોમોડિટીમાં ખાસી એવી વોલેટિલિટી જોવા મળી. આ સપ્તાહમાં ઘણા ગ્લોબલ ડેટા અને સાથે જ આવનારા સપ્તાહમાં ફેડની બેઠકને કારણે સોનુ ચાંદી, ક્રૂડ તમામમાં વોલેટિલિટી રહી. સોનામાં ઓલટાઇમ હાઇ બન્યા બાદ પ્રોફિટ બુકિંગ દેખાયુ, ચાંદી પણ ઉપલા સ્તરેથી દબાણ આવ્યુ તો ક્રૂડમાં આ સપ્તાહમાં મોટો ઘટાડો નોંધાયો. તો હવે આગળ આ તમામ કોમોડિટીની ચાલ કેવી રહેશે એની કરીશુ ચર્ચા.
સોના માટે આ સપ્તાહ ખૂબ મહત્વનું રહ્યું. કોમેકસ પર તેમજ MCX પર આપણે સોનાની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચતા જોઇ પરંતુ ઉપલા સ્તરેથી થોડુ પ્રોફિટ બુકિંગ પણ આવ્યું. 64,460ના ઉપલા સ્તર પણ જોયા અને 62171 સુધી પણ પહોચતા જોયુ.
સોના કારોબારમાં તેજી
સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. એમસીએક્સ, કોમેક્સ પર બનાવેલ રેકોર્ડ તોડ્યા છે. એમસીએક્સ પર સોનું 64000 રૂપિયા પર પહોંચ્યું હતુ. કોમેક્સ પર સોનું $2148 પર પહોંચ્યું હતુ. સતત ત્રીજા મહિને ભાવમાં વધારો જોવા મળ્યો છે. 3 મહિનામાં કિંમતોમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે.
ચાંદીમાં ઘટાડો -
ચાંદીમાં લગભગ 6.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 23 ડોલરની આસપાસ રહ્યો છે. ચાંદી 7 મહિનાની ઊંચી સપાટી પર પહોંચી હતી. એમસીએક્સ પર ચાંદી 78500 રૂપિયાને પાર કર્યુ હતુ. કોમેક્સ પર ચાંદી 26 ડૉલરની નજીક પહોંચી હતી. કોમેક્સ પર 23 ડૉલર પર પહોંચી ગઈ છે.
ક્રૂડની કિંમત નીચલી સપાટી પર -
ક્રૂડની કિંમતો 6 મહિનામાં નીચલી સપાટીએ પહોંચ્યુ હતું. બ્રેન્ટનો ભાવ $75 ડોલર પર પહોચ્યોં હતો. સતત સાત સપ્તાહ સુધી ક્રૂડમાં દબાણ જોવા મળ્યું હતું. બ્રેન્ટની કિંમત 3 મહિનામાં 20 ટકા ઘટી છે. NYMEX પણ $75 સુધી પહોચ્યોં છે. એમસીએક્સ પર ભાવ 6100 રૂપિયા સ્તર આસપાસ પહોંચ્યા હતા.
ક્રૂડમાં ઘટાડા માટે 6 મોટા કારણો
COP28 માં ફોસિલ ફ્યૂલનો ઉપયોગ ઘટાડવાનો નિર્ણય. સાઉદીએ જાન્યુઆરી માટે એશિયા માટે કિંમતોમાં ઘટાડો કર્યો છે. ડૉલર ઇન્ડેક્સ 3-2 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. મૂડીઝે ચીનનો આઉટલૂક નેગેટિવ બનાવ્યો છે. લીબિયા ક્રૂડનું ઉત્પાદન વધારશે. OPEC+ દેશો દ્વારા સ્વૈચ્છિક ઉત્પાદન ઘટાડાનો ભય રહ્યો છે.
કોપરમાં તેજી -
સપ્લાઇની ચિંતાના કારણે કિંમતોને મળ્યો સપોર્ટ હતો. પનામાનો કોપરની માઇનિંગ બંધ કરવાના નિર્ણયથી સપોર્ટ મળ્યો છે. ગ્લોબલ કોપર માઇનિંગનું આશરે 1.5 ટકા ઉત્પાદન કરતી માઇનિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.