Gold Price Today: આજે આ સપ્તાહે લગાતાર ચોથી વાર સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાના ભાવ 59,000 રૂપિયાની વધારે નજીક આવી ગયા છે. કાલે બુધવારની સાંજે ભાવ 59,264 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે, 1 કિલોગ્રામ ચાંદીના રેટ 316 રૂપિયા વધીને 71,421 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. આ રેટ જ્વેલરી બજારની સરેરાશ ભાવ છે.
સોનાના ભાવમાં આવ્યો ઘટાડો
IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલના બંધ ભાવથી કરવામાં આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ..
આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ
શું રહી શકે છે ગોલ્ડની ચાલ?
જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. આ વર્ષ ગોલ્ડના ભાવ 62,000 રૂપિયાની નજીક આવ્યો હતો, પછી તેમાં થોડુ કરેક્શન આવ્યુ. ત્યારથી લઈને અત્યાર સુધી ગોલ્ડ એક રેન્જમાં કારોબાર કરી રહ્યુ છે.