Gold Price Today: આજે ફરી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું ફરી ગોલ્ડ
Gold Price Today: આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. સોનાના ભાવ 60,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે સોમવારે સાંજે ભાવ 59,921 રૂપિયા પર બંધ થયો હતો. આજે ગોલ્ડ 149 રૂપિયાના ઘટાડા સાથે 59,772 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે.
Gold Price Today: આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. સોનાના ભાવ 60,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે સોમવારે સાંજે ભાવ 59,921 રૂપિયા પર બંધ થયો હતો. આજે ગોલ્ડ 149 રૂપિયાના ઘટાડા સાથે 59,772 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે, 1 કિલોગ્રામ ચાંદીના રેટ 330 રૂપિયા ઘટીને 73,102 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
સોનાના ભાવમાં આવ્યો ઘટાડો
સોનાના ભાવ એક રેન્જમાં કારોબાર કરી રહી છે. આજે સોનાના ભાવ 149 રૂપિયા ઘટીને 59,772 રૂપિયા પર છે. 22 કેરેટ ગોલ્ડ જિમાં મોટાભાગ જ્વેલરી બનાવામાં આવે છે તેમાં પણ ઘટાડો રહ્યો છે. 22 કેરેટ ગોલ્ડ 136 રૂપિયા ઘટીને 54,751 રૂપિયા પર રહી છે.
IBJAની વેબસાઈટ પર તે રહ્યુ ભાવ
IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલના બંધ ભાવથી કરવામાં આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ..
આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીના સવારના ભાવ
મેટલ
12 જૂનના રેટ (રૂપિયા / 10 ગ્રામ)
09 જૂનના રેટ (રૂપિયા / 10 ગ્રામ)
રેટમાં બદલાવ (રૂપિયા / 10 ગ્રામ)
Gold 999 (24 કેરેટ)
59772
59921
-149
Gold 995 (23 કેરેટ)
59533
59682
-149
Gold 916 (22 કેરેટ)
54751
54887
-136
Gold 750 (18 કેરેટ)
44829
44940
-111
Gold 585 (14 કેરેટ)
34967
35053
-86
Silver 999
73102 Rs/Kg
73432 Rs/Kg
-330 Rs/Kg
ગોલ્ડના ભાવ પર એક્સપર્ટની સલાહ
જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના માતે તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે અને ભાવ 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે, ગોલ્ડનો ભાવ 62,000 રૂપિયાની નજીક આવ્યો હતો ફરી તેમાં થોડા કરેક્શન આવ્યો. એક્સપર્ટનું માનવું છે કે ગોલ્ડ એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે.