Gold Rate Today: આજે બુધવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાની કિંમત 59,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. 14 ઓગસ્ટની સરખામણીએ આજે સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ રૂપિયા 100નો ઘટાડો થયો છે. ગઈકાલે સ્વતંત્રતા દિવસના કારણે બુલિયન માર્કેટ બંધ રહ્યું હતું. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 59,660 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 54,700 છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા 72,800 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 54,600 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 59,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.