Gold Rate Today: અમદાવાદ સહિત દેશના 14 શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ
Gold Rate Today: સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. હજુ પણ 26 જુલાઈ, 2023ના રોજ દેશના 12 મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે.
સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. હજુ પણ, 26 જુલાઈ, 2023ના રોજ દેશના 12 મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે.
Gold Rate Today: સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. હજુ પણ, 26 જુલાઈ, 2023ના રોજ દેશના 12 મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 60,320 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,300 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા78,000 રહ્યો હતો. અહીં જાણો દેશના 12 શહેરોમાં સોનાના ભાવ શું હતા. આજે મોટાભાગના શહેરોમાં રેટોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આજે સોનું અને ચાંદી ગઈકાલના ભાવ પર જ કારોબાર કરી રહ્યા છે.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,200 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.