Gold Rate Today: સોનું થયું સસ્તું, જાણો દેશના 12 મોટા શહેરોમાં આજે શું રહ્યો સોનાનો ભાવ
Gold Rate Today: જો તમે પણ સોનાની જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો તેના માટે સારા સમાચાર છે. આજે સોનાના ભાવમાં 300 થી 500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઓછો થયો છે. મોટા શેરોમાં 24 કેરેટ સોનાનું રેટ 59,500 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે.
Gold Rate Today: જો તમે પણ સોનાની જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો તેના માટે સારા સમાચાર છે. આજે સોનાના ભાવમાં 300 થી 500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઓછો થયો છે. મોટા શેરોમાં 24 કેરેટ સોનાનું રેટ 59,500 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે. એક કિલો ચાંદીનું રેટ 73,500 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ચાંદીના ભાવ પણ 500 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
દિલ્હીમાં ગોલ્ડ રેટ
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 54600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. 24 કેરેટ માટે ગ્રાહકોને 59500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવાનું રહેશે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 54,550 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 59,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.