Gold Rate Today: આજે સોમવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધારો થયો છે. જોકે, 24 કેરેટ સોનાની કિંમત હજુ પણ રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે. 7 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 60,310 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,300 છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા75,100 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,200 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 55,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 60,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.