Gold Buy In Cash On Diwali: સરકારે રત્ન અને આભૂષણના ક્ષેત્રને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA),2002 અંતર્ગત લાવીને રોકડથી સોનાની ખરીદીને લગતા નિયમોને કડક બનાવી દીધા છે.સરકારે આ અંગે 28 ડિસેમ્બર,2020ના રોજ એક અધ્યાદેશ જાહેર કર્યો હતો.
Gold Buy In Cash On Diwali: સરકારે રત્ન અને આભૂષણના ક્ષેત્રને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA),2002 અંતર્ગત લાવીને રોકડથી સોનાની ખરીદીને લગતા નિયમોને કડક બનાવી દીધા છે.સરકારે આ અંગે 28 ડિસેમ્બર,2020ના રોજ એક અધ્યાદેશ જાહેર કર્યો હતો.
જ્વેલર્સને PML અધિનિયમ અંતર્ગત રિપોર્ટિંગ સંસ્થાની રચના કરવામાં આવી હતી, જેના માટે KYCને લગતા માપદંડોનું પાલન કરવું જરૂરી હોય છે. એટલે કે ચોક્કસ મર્યાદાથી વધારે રોકડ વ્યવહાર કરવાના સંજોગોમાં ખરીદનારે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ આપવું જરૂરી હને છે. આ સાથે જ મોટી કિંમતના વ્યવહાર એટલે કે રૂપિયા 10 લાખથી વધારે મૂલ્યના વ્યવહાર માટે સરકારને જાણ કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આવક વેરા અધિનિયમ,1961 અંતર્ગત રોકડ વ્યવહારને લગતા નિયમો વધુને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. તેમાં બેન્ક ખાતામાં ચોક્કસ મર્યાદાથી વધારે રોકડ ઉપાડ પર TDS, બે વ્યક્તિ વચ્ચે એક જ દિવસમાં કરવામાં આવતા આર્થિક વ્યવહારમાં મહત્તમ રકમનો સમાવેશ થાય છે.
આવકવેરા અધિનિયમની કલમ 269ST અંતર્ગત એક દિવસમાં એકંદરે રૂપિયા 2 લાખથી વધારે રોકડ વ્યવહાર પર નિયંત્રણ છે. જો તમે એક દિવસમાં રૂપિયા 2 લાખથી વધારે રોકડથી સોનાના આભૂષણ ખરીદવામાં આવે છે તો આવક વેરા કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ સંજોગોમાં રોકડ પ્રાપ્ત કરનારને આવકવેરા અધિનિયમની કલમ 271D અંતર્ગત રોકડ વ્યવહારની રકમ મેળવવા બદલ દંડ માટે જવાબદાર ઠરી શકે છે. રૂપિયા 2 લાખથી વધારે મૂલ્યના સોનાના આભૂષણની ખરીદી માટે પાન/આધાર રજૂ કરવું જરૂરી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.