સપ્તાહ દરમિયાન તો મેટલ માટે સેન્ટિમેન્ટ નબળા રહ્યાં પરંતુ સપ્તાહનાં અંતિમ દિવસે કોપરમાં થોડી મજબૂતી દેખાઇ.
આ સપ્તાહે પણ નોન એગ્રી કૉ6મોડિટીમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં ક્રૂડમાં 80 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો તો સોના-ચાંદીની ચમક પણ વધતી દેખાઈ, પણ બેઝ મેટલ્સના સેન્ટીમેન્ટ હજી પણ નબળા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે USમાં મોંઘવારી દર ઓછો થતા બજારને હવે જુલાઈ બાદ વ્યાજ દરમાં વધારો ન થાય તેવી આશા બની રહી છે.
સોનામાં આ સપ્તાહમાં પણ થોડી મજબૂતી રહી. કોમેક્સ પર સોનુ 1984ની પાસે તો mcx પર 60,000ની આસપાસ રહ્યું. 3 સપ્તાહમાં 3% ની તેજી બની છે.
સોનાની ચમકમાં વધારો
MCX પર કિંમતો આ સપ્તાહે 60 હજારના સ્તરની પાસે પહોંચી. કિંમતોમાં સતત ત્રીજા સપ્તાહે તેજી યથાવત્ છે. 3 સપ્તાહમાં આશરે 3%ની તેજી જોવા મળી. COMEX પર 2 મહિનાની ઉંચાઈ પર કિંમતો પહોંચતી દેખાઈ. આ સપ્તાહે COMEX પર ભાવ 1984 ડૉલરની ઉપર નીકળ્યા.
સોનામાં તેજીના કારણો
અમેરિકામાં પરિસ્થિતિ સુધરવાથી કિંમતોમાં તેજી છે. ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો નોંધાયો. અમેરિકામાં મોંઘવારી ઘટવાથી ડૉલર ઇન્ડેક્સમાં દબાણ છે. USમાં ફેડના વલણમાં નરમાશની આશા વધી. બજારને જુલાઈ બાદ વ્યાજ દર વધવાની આશા નથી.
જુલાઇ મહિનામાં ચાંદીએ સારી તેજી બતાવી, સોનાને આઉટ પરફોર્મ કર્યું. જુલાઇમાં ચાંદીએ જોવા જઇએ તો 11% જેવી મજબૂતી બતાવી.
ચાંદીમાં કારોબાર
આ સપ્તાહે કિંમતો 2 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ છે. MCX પર 76600 રૂપિયા સુધી ભાવ પહોંચતા દેખાયા છે. જુલાઈમાં હાલ સુધી આશરે 11%ની તેજી જોવા મળી. COMEX પર ભાવ 25 ડૉલરની ઉપર પહોંચ્યા.
ચાંદીમાં તેજીના કારણો
ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી દબાણ છે. સપ્લાય ઘટવા સામે ઇન્ડસ્ટ્રીયલ માગ વધવાથી સપોર્ટ છે. સોલાર પેનલ ઇન્ડસ્ટ્રીમાં ચાંદીની માગ વધી. મેક્સિકોમાં નીતિયોમાં ફેરફારથી ચાંદીનું ઉત્પાદન ઘટી શકે છે.
સપ્તાહ દરમિયાન તો મેટલ માટે સેન્ટિમેન્ટ નબળા રહ્યાં પરંતુ સપ્તાહનાં અંતિમ દિવસે કોપરમાં થોડી મજબૂતી દેખાઇ. ચીન તરફથી રાહત પેકેજની ખાસી આશા બનતી દેખાઇ રહી છે.
આ સપ્તાહે કોપરમાં કારોબાર
સપ્તાહના છેલ્લા દિવસે 1.5%ની તેજી જોવા મળી. ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ સપોર્ટ મળ્યો. મે મહિનામાં ચીલીમાં કોપરનું આઉટપુટ 14% ઘટ્યું. વધુ લેબર કોસ્ટ અને મેટલ્સની ઓછી કિંમતોથી માઈનર્સને નફો ઘટવાનો અંદાજ છે.
ચાઈનામાં બદલાશે પરિસ્થિતિ?
ચાઈનાની Q2 GDP વધી 6.3% પર પહોંચી. Q1માં 4.5% ચાઈનાની GDP પર હતી. બજારને 2024માં GDPમાં ઘટાડો આવવાની સંભાવના છે. જૂનમાં ચાઈનાનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધી 4.4% રહ્યું.
ક્રૂડ માટે આપણે વોલેટાઇલ સપ્તાહ જોયુ, પણ ઓવરઓલ સપ્તાહમાં MCXની વાત કરીએ તો એકાદ ટકાની નજીક નજીકની મજબૂતી બની.
આ સપ્તાહે ક્રૂડમાં કારોબાર
બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નજીક પહોંચતા દેખાયા છે. WTIનો ભાવ 75 ડૉલરની ઉપર યથાવત્ છે. MCX પર ભાવ રૂપિયા 6200ની નીચે રહેતા દેખાયા.
ક્રૂડ ઓઈલમાં તેજીના કારણો
ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી સપોર્ટ છે. ઓગસ્ટમાં રશિયા ઉત્પાદન ઘટાડશે. સાઉદી અરબ અને OPECના અમુક દેશો પણ ઉત્પાદન ઘટાડશે. અમેરિકામાં ક્રૂડની ઇન્વેન્ટરી 7.08 લાખ બેરલ ઘટી.