બ્લુ સ્ટાર લિમિટેડના એમડી, બી થિયાગરાજનનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ઉનાળાની ઋતુ પછી રૂમ એર કંડિશનરની માંગ વધી રહી છે. હોસ્પિટાલિટીમાંથી યૂસીપી સેગમેન્ટના કોમર્શિયલ રેફ્રિજરેશનમાં માગ વધી રહી છે. એર કંડિશનર્સના વેચાણમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ટાયર-III અને ટાયર-Vની મજબૂત માંગથી ગ્રોથને ગતિ મળી શકે છે.
બી થિયાગરાજનના મતે કમોસમી વરસાદને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં માંગમાં વધારો થયો હતો. લગભગ 90 ટકા ખરીદદારોએ પહેલીવાર કંપનીના એર કંડિશનર ખરીદ્યા છે. કોમર્શિયલ રેફ્રિજરેશનમાં, શોરૂમ, ફેક્ટરીઓ, ડેટા સેન્ટર્સ અને મેટ્રો રેલવેમાંથી ઓર્ડર મળ્યો છે. તહેવારોની સિઝનમાં ડિમાન્ડ ફરી આવી રહી છે. 2023માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ અને અન્ય કારણોથી કંપનીની ઑર્ડર બુકમાં સારો વધારો જોવા મળ્યો છે.
બી થિયાગરાજને વધુમાં કહ્યું કે આવનારા વર્ષમાં એસી અને રેફ્રિજરેટરમાં ઈન્ડિયા સૌથી ઝડપી ગ્રોથ કરતું જોવા મળી શકે છે. કમર્શિયલ એસીમાં કપેસિટી વધારી રહ્યા છે. ઈન્ડિયામાં એસી અને રેફ્રિજરેટરમાં ડિમાન્ડ વધી રહી છે. વર્ષ 2024માં 15 ટકા માર્કેટ શેરમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.