Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં પણ મજબૂતી, NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં પણ મજબૂતી, NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળો

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 10.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.97 ટકાના વધારાની સાથે 34,441.72 ની આસપાસ દેખાય રહ્યા છે.

અપડેટેડ 08:55:45 AM Jan 11, 2024 પર
Story continues below Advertisement
રિટેલ મોંઘવારી આંકડા પહેલા ગઈકાલે અમેરિકાના બજારમાં આવી તેજી. નાસ્ડેકમાં પોણા ટકાનો ઉછાળો દેખાયો.

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળ્યા છે. એશિયન માર્કેટમાં પણ મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. NIKKEIમાં દોઢ ટકાનો ઉછાળો થયો છે તો ગિફ્ટી નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. રિટેલ મોંઘવારી આંકડા પહેલા ગઈકાલે અમેરિકાના બજારમાં આવી તેજી. નાસ્ડેકમાં પોણા ટકાનો ઉછાળો દેખાયો.

ડાઓ જોન્સમાં 170 પોઇન્ટ્સનો ઉછાળો નોંધાયો. અમેરિકામાં આજે ડિસેમ્બરના રિટેલ મોંઘવારીના આંકડા આવશે. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારીમાં 0.2%નો વધારો સંભવ છે. અમેરિકામાં આજે બેરોજગારીનાં આંકડા પણ આવશે.

ક્રૂડમાં દબાણ


અમેરિકામાં ઈન્વેન્ટરી વધવાથી ક્રૂડમાં દબાણ આવ્યું. ભાવ 1 ટકાથી વધુ ઘટી 77 ડૉલર નજીક પહોંચ્યો ભાવ. કાચા તેલમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક વધવાની અસર છે. 5 જાન્યુઆરીના સપ્તાહમાં US ક્રૂડ ઇન્વેન્ટરી 13 લાખ બેરલ વધી. ક્રૂડમાં ડિમાન્ડની ચિંતા યથાવત્ છે.

એશિયન માર્કેટ

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 10.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.97 ટકાના વધારાની સાથે 34,441.72 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.57 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.40 ટકા ઘટીને 17,465.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.58 ટકાના ઘટાડાની સાથે 16,097.28 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.76 ટકા તૂટીને 2,541.98 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 15.55 અંક એટલે કે 0.54 ટકા લપસીને 2,877.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 11, 2024 8:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.