Global Market: ગ્લોબલ માર્કેટથી ખરાબ સંકેત, એશિયન માર્કેટથી ખરાબ સંકેત | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી ખરાબ સંકેત, એશિયન માર્કેટથી ખરાબ સંકેત

કાચા તેલમાં સતત ત્રીજા દિવસે ઘટાડો યથાવત્ છે. બ્રેન્ટનો ભાવ $79 ના નીચે તૂટ્યો. WTIમાં $72 ની નીચે કારોબાર. લાલ સમદ્રમાં ઓઈલ ટેન્કર જવાથી બચી રહ્યા છે. મિડલ ઇસ્ટ સંકટ વધુ ગંભીર થયું. ઇરાને ઇરાક, સિરીયા પર બૈલિસ્ટિક મિસાઇલ છોડ્યા.

અપડેટેડ 08:44:59 AM Jan 17, 2024 પર
Story continues below Advertisement
એશિયન માર્કેટથી ખરાબ સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ પોણા 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.

ગ્લોબલ માર્કેટથી ખરાબ સંકેત જોવાને મળી રહ્યા છે. ગઈકાલે ડાઓમાં 200 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો તો એશિયન માર્કેટથી ખરાબ સંકેત દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ પોણા 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. કાલે યુરોપિયન બજાર પણ દબાણ સાથે બંધ થયા. 10 વર્ષની અમેરિકાની યીલ્ડ 4% ને ઉપર છે.

ક્રૂડનો 'યુ - ટર્ન'

કાચા તેલમાં સતત ત્રીજા દિવસે ઘટાડો યથાવત્ છે. બ્રેન્ટનો ભાવ $79 ના નીચે તૂટ્યો. WTIમાં $72 ની નીચે કારોબાર. લાલ સમદ્રમાં ઓઈલ ટેન્કર જવાથી બચી રહ્યા છે. મિડલ ઇસ્ટ સંકટ વધુ ગંભીર થયું. ઇરાને ઇરાક, સિરીયા પર બૈલિસ્ટિક મિસાઇલ છોડ્યા.


એશિયન માર્કેટ

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં નબળાઈની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 195 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.53 ટકાના વધારાની સાથે 35,810.35 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.63 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.50 ટકા ઘટીને 17,260.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.60 ટકા નબળાઈની સાથે 15,454.49 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.12 ટકા તૂટીને 2,445.81 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 24.83 અંક એટલે કે 0.86 ટકા લપસીને 2,869.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2024 8:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.