આવતા 8-10 દિવસમાં નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં કરેક્શનની શક્યતા, બેન્ક નિફ્ટીમાં 46000ના નીચેના લેવલની શક્યતા: અર્પણ શાહ
હાલના લેવલ પરથી તમને આગળ પ્રોફિટ બુકિંગ આવી શકે છે. માર્કેટ ઘણા સમયથી ઓવર બોટ કન્ડિશનમાં જોવા મળી રહ્યો છે. માર્કેટમાં એક સંકેત મળવા માટેની રાહ જોઈ રહ્યો હતો, જેથી પ્રોફિટ બુકિંગ શરૂ થઈ શકે છે.
મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં ગઈકાલે 22,000 પાસે માર્કેટ સસ્ટેન થઈ રહ્યું હતું. ગઈ કાલ જે 22000ની ઉપર માર્કેટ સસ્ટેન થયો હતો. તેનાથી એક સારી પોઝિટિવીટી જોવા મળી હતી. બાય ઓન ડિપ્સ તરીકે માર્કેટ બ્રોકઆઉટ થઈ રહ્યું હતું. ગઈકાલે એચડીએફસી બેન્ક પરિણામ આવ્યા બાદ કમેન્ટ્રી આવી તે પછી ગેપઅપ આવાથી માર્કેટમાં મોટો ટ્રીગર છે.
અર્પણ શાહના મતે હાલના લેવલ પરથી તમને આગળ પ્રોફિટ બુકિંગ આવી શકે છે. માર્કેટ ઘણા સમયથી ઓવર બોટ કન્ડિશનમાં જોવા મળી રહ્યો છે. માર્કેટમાં એક સંકેત મળવા માટેની રાહ જોઈ રહ્યો હતો, જેથી પ્રોફિટ બુકિંગ શરૂ થઈ શકે છે. એચડીએફસી બેન્કના પરિણામ આવ્યા બાદ માર્કેટમાં કરેક્શન શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં માર્કેટમાં કરેક્શન જોવા નથી મળ્યો. આજે માર્કેટમાં ગેપડાઉન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ સંકેતો તરફથી નિગેટીવ સંકેત મળી રહ્યા છે.
અર્પણ શાહના મુજબ આજે બેન્ક નિફ્ટીની એક્સપાયરી છે તો શક્ય છે કે તમને 47000ના આસપાસ ક્લોઝિંગ જોવા મળી શકે છે. આવતા 8-10 દિવસમાં બેન્ક નિફ્ટી અને નિફ્ટીમાં કરેક્શન જોવા મળી શકે છે. નિફ્ટીમાં 21500-21300ના નીચેના લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 46000 સુધીના લેવલ જોવા મળી સકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.